
મુંબઈ: ગત અઠવાડિયે મોટી ઉથલપાથલ બાદ આજે નવા અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારે આળસ (Indian Stock Market) મરડી છે. આજે સોમવારે, માર્ચના પહેલા ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 229 પોઈન્ટના વધારા સાથે 73,427 પોઈન્ટ્સ પર ખુલ્યો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો નિફ્ટી પણ 69 પોઈન્ટના વધારા સાથે 22,194 પોઈન્ટ્સ પર ખુલ્યો હતો.
આજે શરૂઆતના ટ્રેડીંગમાં, સેન્સેક્સની 30 માંથી 24 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 6 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા છે. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 37 કંપનીઓના શેર વધારા સાથે ગીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્ય હતાં, જ્યારે બીજી તરફ 13 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.
આ પણ વાંચો…ટ્રમ્પે છેડો ફાડ્યો તો યુક્રેનને મળ્યો બ્રિટન અને ફ્રાન્સનો ટેકો; કાયમી શાંતિ માટે પ્રયાસ…
સેન્સેક્સ કંપનીઓમાં, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર સૌથી વધુ 3.61 ટકાના વધારા સાથે ખુલ્યા. જ્યારે, ઇન્ડસઇન્ડ બેંકના શેર મહત્તમ 2.14 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
ગયા અઠવાડિયે શુક્રવારે ભારતીય શેરબજારમાં મોટું ધોવાણ થયું હતું. શુક્રવારે, BSEનો સેન્સેક્સ 1,414 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 73,198 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે 22,122 પોઈન્ટ પર બંધ થયો હતો.