સેબીએ છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવાની મંજુરી આપી, 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે | મુંબઈ સમાચાર
નેશનલશેર બજાર

સેબીએ છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવાની મંજુરી આપી, 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે

મુંબઈ : સેબીએ સોમવારે એક સાથે છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવા માટેની મંજુરી અપાઈ છે. જેમાં હીરો મોટર્સ, કેનેરા રોબેકો સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આ છ કંપનીઓ બજારમાંથી લગભગ 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે.

કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે

સેબી દ્વારા આઈપીઓ માટે મંજૂર આપવામાં આવેલી છ કંપનીઓમાં કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની અને હીરો મોટર્સ ઉપરાંત પાઈન લેબ્સ, એમવી ફોટોવોલ્ટેઇક પાવર, બેંકિંગ અને સ્માર્ટ કાર્ડ નિર્માતા મણિપાલ પેમેન્ટ અને આઇડેન્ટિટી સોલ્યુશન્સ તેમજ એમટીઆર ફૂડ્સની ઓનર ઓર્કલા ઇન્ડિયાનો સમાવેશ થાય છે.આ છ કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીઓ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જેમાં વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 50 થી વધુ કંપનીઓએ તેમના ઇશ્યૂ ખોલ્યા છે અને લગભગ રૂપિયા 75,000 કરોડ એકત્ર કર્યા છે. જયારે આજ નવા આઈપીઓને પણ મંજુરી આપવામાં આવી છે.

આ કંપનીઓ અંગે ટુંકમાં જાણીએ ….

  1. હીરો મોટર્સ 1,200 કરોડ રૂપિયા એકત્ર કરશે. જેમાં 800 કરોડ રૂપિયાના નવા શેર, જ્યારે 400 કરોડ રૂપિયાના શેર OFS(ઓફર ફોર સેલ) દ્વારા વેચાણ માટે મૂકવામાં આવશે.
  2. પાઈન લેબ્સ એક ફિનટેક કંપની છે. જે વેપારીઓ, બ્રાન્ડ્સ અને નાણાકીય સંસ્થાઓને ડિજિટલ ચુકવણી અને સેવાઓ પૂરી પાડે છે. જે 2,600 કરોડ રૂપિયાના નવા શેર ઓફર કરશે.
  3. કેનેરા રોબેકો એએમસીનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલ હશે અને કંપનીનું ઈશ્યૂ હેઠળ 4.98 કરોડ શેર વેચાણનું આયોજન છે.
  4. એમવી ફોટોવોલ્ટેઇક પાવર 3,000 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓફર કરી શકે છે. જેમાં 2,143.86 કરોડ રૂપિયાના નવા શેર, જ્યારે 856.14 કરોડ રૂપિયાના OFSનો સમાવેશ થાય છે.
  5. મણિપાલ પેમેન્ટ અને આઇડેન્ટિટી સોલ્યુશન્સ તેનો આઈપીઓ લોન્ચ કરીને બજારમાંથી 1,200 કરોડ રૂપિયા એકત્ર કરશે.
  6. ઓર્કલા ઇન્ડિયા ઓફર ફોર સેલ દ્વારા આઈપીઓ લોન્ચ કરી શકે છે. જેમાં પ્રમોટર્સ અને અન્ય શેરધારકો 2.28 કરોડ શેર વેચી શકે છે.

આપણ વાંચો:  ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સમાં 34.09 પોઈન્ટનો વધારો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button