શેર બજાર

મિડલ ઈસ્ટમાં વધતાં તણાવની ભારતીય શેરબજાર પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો

મુંબઈ : ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીએ વૈશ્વિક તણાવમાં વધારો કર્યો છે. જેના પગલે આજે ભારતીય શેરબજારમાં તેની અસર જોવા મળી છે. ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. સેન્સેક્સ 704.10 પોઈન્ટના ઘટાડા સાથે 81,704.07 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ 172.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,939.75 પોઈન્ટ પર ખુલ્યો.

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 2 શેર વધારા સાથે ખુલ્યા

જેમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 2 શેર વધારા સાથે ખુલ્યા અને બાકીની 28 કંપનીઓ ઘટાડા સાથે ખૂલી હતી. નિફ્ટીની કંપનીઓમાંથી ફક્ત 6 શેર વધારા સાથે અને બાકીની 44 કંપનીઓ નુકસાન સાથે ખુલી. સેન્સેક્સ કંપનીઓમાં આજે BEL ના શેર સૌથી વધુ 1.36 ટકાના વધારા સાથે અને ઇન્ફોસિસના શેર સૌથી વધુ 2.17 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.

એશિયન બજારોમાં પણ ઘટાડો

પશ્ચિમ એશિયામાં વધતાં સંઘર્ષને લઈને રોકાણકારોની ચિંતા વધી. જેના લીધે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.58 ટકા ઘટ્યો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.48 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ કોસ્પી 1.16 ટકા ઘટ્યો, અને ટેક-હેવી કોસ્ડેકમાં 1.99 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન, હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ માટે ફ્યુચર્સ 23,396 પર હતા. જે 23,530.48 ના પાછલા બંધ કરતા નબળી શરૂઆત દર્શાવે છે.

અમેરિકન બજારોમાં પણ ઘટાડો

ઈરાનમાં અમેરિકાના હુમલાઓ પછી એશિયન ટ્રેડિંગ કલાકોના શરૂઆતના કલાકોમાં વોલ સ્ટ્રીટ યુએસ ઇક્વિટી ફ્યુચર્સ ઘટ્યા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 109 પોઈન્ટ અથવા 0.3 ટકા ઘટ્યા હતા, જ્યારે એસએન્ડપી 500 અને નાસ્ડેક 100 સાથે જોડાયેલા ફ્યુચર્સ અનુક્રમે 0.3 ટકા અને 0.4 ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button