રિબાઉન્ડ: વિશ્ર્વબજારની તેજી પાછળ શૅરબજારમાં સુધારો, સેન્સેક્સમાં ૮૨૦ પોઇન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી બજારોમાં તેજીનો પવ ફૂંકાવા સાથે સ્થાનિક બજારમાં સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે રિલાયન્સ અને ઈન્ફોસિસ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ બ્લુચિપ શેરોમાં લેવાલીનું જોર વધવાથી સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં, એક ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો.
સેન્સેક્સ ૮૧૯.૬૯ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા ઉછળીને ૭૯,૭૦૫.૯૧ પર સેટલ થયો હતો અને તેની બે સ્ક્રિપ્સ નેગેટિવ ઝોનમાં બંધ રહી હતી. એશિયન બજારોમાં ઉછાળા વચ્ચે ઇન્ડેક્સ ઊંચો ખુલ્યો હતો અને બાદમાં ૧,૦૯૮.૦૨ પોઇન્ટ અથવા ૧.૩૯ ટકા વધીને ૭૯,૯૮૪.૨૪ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી ૨૫૦.૫૦ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા વધીને ૨૪,૩૬૭.૫૦ પર પહોંચ્યો હતો. દિવસ દરમિયાન, તે ૩૦૨.૭૫ પોઇન્ટ અથવા ૧.૨૫ ટકા વધીને ૨૪,૪૧૯.૭૫ પર પહોંચ્યો હતો.
સેન્સેક્સની મોટાભાગની કંપનીઓ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થઈ હતી, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસીસમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક અને મારુતિમાં ઘટાડો હતો.
એલઆઇસીએ જૂન ક્વાર્ટરમાં ૧૦ ટકાના વધારા સાથે રૂ. ૧૦,૪૬૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વર્ષ અગાુ સમાનગાળામાં રૂ. ૯૫૪૪ કરોડ રહ્યો હતો. કુલ આવક રૂ. ૧,૮૮,૭૪૯ કરોડ સામે રૂ. ૨,૧૦,૯૧૦ કરોડ નોંધાઇ છે. હોમ ર્ફ્સ્ટ ફાઇનાન્સે જુન ક્વાર્ટરમાં ૨૬.૯૮ ટકાના વધારા સાથે રૂ. ૮૭.૭૭ કરોડનો ચોખ્ખો નફો અને રૂ. ૩૩૫.૫૧ કરોડનું વેચાણ નોંધાવ્યું છે.
કોટેડ મેટલ પ્રોડક્ટ્સ ઉત્પાદક અને નિકાસકર્તાઓમાંની એક મનક્સિઆ કોટેડ મેટલ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક પરિણામમાં ૧૧.૦૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૯૫.૩૮ કરોડની કુલ આવક, ૨૬.૦૪ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૪.૮૦ કરોડનો એબેટા તેમ જ ૨,૩૨૦.૩૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨.૯૮ કરોડનો ચોખ્કો નફો નોંધાવ્યો છે. ઓલા ઇલેક્ટ્રિકલના શેર શુક્રવારે તેના રૂ. ૭૬ના ઇશ્યુ ભાવ સામે રૂ. ૭૫.૯૯ના ભાવે લિસ્ટે થયો હતો. જોકે, ત્યારબાદ સત્રમાં તે ૧૫ ટકા સુધી ઊંચે ગયો હતો. એચસીેલ ટેકની સબ્સિડરી એચીએલ સોફ્ટવેર ફ્રાન્સની ઝીનીઆ એસએએસનો ૧૦૦ ટકા હિસ્સો ૨૪ મિલિયન યુરોમાં લેવા માગે છે. પેરામાઉન્ટ કેબલનો નફો વધ્યો છે.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બે સ્ક્રિપ કોટક મહિન્દ્ર બેન્ક ૦.૨૦ ટકા અને સન ફાર્મા ૦.૦૧ ટકા ઘટ્યા હતા, જ્યારે બાકીના વધેલા ૨૮ શેરોમાં મુખ્યત્વે ટેક મહિન્દ્ર ૨.૭૪ ટકા, તાતા મોટર્સ ૨.૫૧ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૬ ટકા, જેએસ ડબ્લ્યુ સ્ટીલ ૨.૦૯ ટકા, એચસીએલ ટેકનોલોજી ૨.૦૮ ટકા, સ્ટેટ બેન્ક ૨.૦૫ ટકા, રિલાયન્સ ૧.૮૨ ટકા, ઈન્ફોસિસ ૧.૭૧ ટકા, ટીસીએસ ૧.૪૨ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૧.૨૧ ટકા વધ્યા હતા.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, અમેરિકાના જોબ ડેટા તુલનાત્મક રીતે સારા આવવાથી અમેરિકા મંદીમાં સરી પડ્યો હોવાનો ભય દૂર થતાં વિશ્ર્વબજારમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, એ સાથે એમ પણ કહ્યું હતું કે અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં ના હોય તો પણ તેની ગતિ ધીમી પડી છે અને ચીનનું અર્થતંત્ર પણ હાલકડોલક છે, તે જોતા રોકાણકારોએ સાવચેત રહેવું જોઇએ.
એશિયન બજારોમાં ટોક્યિો, સિઓલ અને હોંગકોંગ ઊંચા સ્તરે બંધ રહ્યા હતા, જ્યારે શાંઘાઈ નેગેટિવ ઝોનમાં ગબડ્યું હતું. યુરોપિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો નોંધપાત્ર રીતે ઊંચા સ્તરે બંધ થયા હતા.
એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૨,૬૨૬.૭૩ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૩ ટકા વધીને ડોલર ૭૯.૧૮ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
ગુરુવારે અસ્થિર વેપારમાં બીએસઇ બેન્ચમાર્ક ૫૮૧.૭૯ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા ઘટીને ૭૮,૮૮૬.૨૨ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૬૬૯.૦૭ પોઈન્ટ અથવા ૦.૮૪ ટકા ઘટીને ૭૮,૭૯૮.૯૪ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮૦.૫૦ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકાના ઘટાડા સાથે ૨૪,૧૧૭ પર નીચામાં સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૨૧૭.૮ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકા ઘટીને ૨૪,૦૭૯.૭૦ પર પહોંચ્યો હતો. શેરબજારમાં સાર્વત્રિક લેવાલી વચ્ચે બધા સેકટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા અને બીએસઇની માર્કેટ કેપમાં રૂ. ૪.૪૬ લાખ કરોડનો વધારો થયો હતો. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ ગત ગુરુવારના ૭૮,૮૮૬.૨૨ના બંધથી ૮૧૯.૬૯ પોઈન્ટ્સ (૧.૦૪ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૪.૪૬ લાખ કરોડ વધીને રૂ. ૪૫૦.૨૧ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૯,૪૨૦.૪૯ ખૂલીને ઊંચામાં ૭૯,૬૨૬.૯૨ સુધી અને નીચામાં ૭૮,૭૯૮.૯૪ સુધી જઈને અંતે ૭૯,૭૦૫.૯૧ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૮ સ્ક્રિપ્સ વધી હતી અને બે સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૦૬ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૩૩૦ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૫૭૯ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૯૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૪૭ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૩૦ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૧.૨૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૯ ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૦૩ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૬૨ ટકા વધ્યો હતો.
બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ આઈટી ૧.૫૯ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૧.૫૭ ટકા, રિયલ્ટી ૧.૫૬ ટકા, ઓટો ૧.૫૧ ટકા, ટેક ૧.૪૧ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૩૭ ટકા, પાવર ૧.૩૩ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૦૬ ટકા એનર્જી ૧.૦૨ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૮૮ ટકા વધ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૪૯૩.૨૫ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૩,૧૯૬ સોદામાં ૬,૧૮૫ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૫૬,૩૦,૨૯૭ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૩,૩૮,૯૮,૪૭૪.૫૨ કરોડનું રહ્યું હતું.