શેર બજાર

રિબાઉન્ડ: બૅન્ક અને આઇટી શૅરોની લેવાલીએ સેન્સેક્સ ૪૮૨ પોઇન્ટ આગળ વધ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનિશ્ર્ચિત વાતાવરણ અને કોઇ ટ્રીગરના અભાવમાં દિશાહિન પરિસ્થિતિમાં બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને આઈટી સેક્ટરના શેરોમાં લેવાલીનો ટેકો મળતાં મંગળવારે બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૮૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો તેમ જ નિફ્ટી ૨૧,૭૦૦ના સ્તરની ઉપર પાછો ફર્યો હતો. રિટેલ ફુગાવાના ઘટાડાને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. સોમવારે જાહેર થયેલા ડેટા અનુસાર દેશના ઓદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે અને રિટેલ ઇન્ફ્લેશન ત્રણ મહિનાની નીચા સપાટીએ પહોંચ્યું છે.

સત્રને અંતે સેન્સેક્સ ૪૮૨.૭૦ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા વધીને ૭૧,૫૫૫.૧૯ પોઇનટપર સેટલ થયો હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન બેન્ચમાર્ક ૭૧,૬૬૨.૭૪ની ઊંચી અને ૭૦,૯૨૪.૩૦ની નીચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી પણ ૧૨૭.૨૦ પોઈન્ટ અથવા ૦.૫૯ ટકા વધીને ૨૧,૭૪૩.૨૫ના સ્તરે બંધ થયો હતો અને તેના ૩૯ શેર ગ્રીન અને ૧૧ રેડ ઝોનમાં બંધ થયાં હતાં.

સેન્સેક્સ શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૪૬ ટકા વધીને લીડ ગેનર હતી. એક્સિસ બેન્ક, વિપ્રો, કોટક મહિન્દ્રા બેન્ક અને એનટીપીસીના શેર ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, ટાટા મોટર્સ અને નેસ્લે ટોપ લુઝર બન્યા હતા. કોર્પોરેટ પરિણામોમાં નાની કંપનીઓમાં વીરહેલ્થ કેર લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૫.૪૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૧૦૭.૯૫ લાખની કુલ આવક અને ૬૭.૩૬%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૮૯.૩૨ લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૧૪.૬૮ ચકા અને નેટ પ્રોફિટ માર્જિન ૮.૩૬ ટકા રહ્યું છે.

નાના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. પાવર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં અગ્રણી સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં રૂ. ૨૩.૭૭ કરોડની કુલ આવક અને રૂ. ૨.૯૭ કરોડનો કરવેરા બાદનો નફો નોંધાવ્યો છે. એબિટા રૂ. ૫.૧૪ કરોડ, એબિટા માર્જિન ૨૧.૬૪ ટકા જ્યારે નેટ પ્રોફિટ માર્જિન ૧૨.૫૦ ટકા રહ્યું છે.

નિષ્ણાતો અનુસાર સ્મોલ કેપ શેરોના વેલ્યુએશન્સ ચિંતાજનક છે. ઓટોમોટિવ લેમ્પ્સની અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર ઉરવી ટી એન્ડ વેજ લેમ્પ્સ લિમિટેડે ૨૦૨૪ના નવમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૧૫.૮૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૧.૩૫ કરોડની કુલ આવક અને ૩૩.૭૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧.૫૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૬.૨૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫.૧૮ કરોડ છે.

બજારમાં કોન્સોલિડેશનની ધારણા છે. આઇટી સોલ્યુશન્સ પ્રોવાઇડર રોક્સ હાઇ-ટેક લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૩૭.૭૬ કરોડની કુલ આવક, રૂ. ૭.૭૩ કરોડનું એબિટા અને રૂ. ૫.૩૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જ્યારે નવ માસિક પરિણામોમાં રૂ. ૧૧૫.૧૧ કરોડની કુલ આવક અને રૂ. ૧૫.૮૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નેટ પ્રોફિટ માર્જિન ૧૩.૭૨ ટકા નોંધાયું છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (એચએસઆરપી)નું અમલીકરણ મુસાફરોની માર્ગ સુરક્ષા, નાગરિકોની સલામતી અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા સદર્ભે મહત્વનો મુદ્દો હોવાનું જણાવતાં નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય તથા સેફ્ટી કમ્યૂનિટી ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય ડો. કમલ સોઈએ કહ્યું છે કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશન/કાયદાકીય ઓર્ડર અને સીએમવીઆરના સુધારેલા નિયમ ૫૦ મુજબ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના અનુસંધાનમાં આ અમલીકરણ ફરજિયાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button