શેર બજાર

Quality Power IPO: જાણો સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, પ્રાઇસ બેન્ડ, સ્ટેટસ, અન્ય માહિતી

મુંબઈ: ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ(Quality Power IPO) માટે બિડિંગ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ શરુ થયું હતું, જે 18 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અલોટમેન્ટ પ્રોસેસ 19 ફેબ્રુઆરી, 2025 ના રોજ પૂર્ણ થવાની ધારણા છે, અને 21 ફેબ્રુઆરી, 2025 ના રોજ BSE અને NSE પર ટેન્ટેટીવ લિસ્ટિંગ થવાની શક્યતા છે.

કંપનીએ IPO માટે પ્રતિ ઇક્વિટી શેર ₹401 થી ₹425 ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. કંપની આ IPO દ્વારા ₹858.70 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ ધરાવે છે, જેમાંથી ₹225 કરોડ નવા શેર જાહેર કરીને મેળવવાની કંપનીને અપેક્ષા છે. બાકીના ₹633.70 કરોડ, ઓફર-ફોર-સેલ (OFS) રૂટ માટે રિઝર્વ્ડ રાખવામાં આવ્યા છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ:
આ પબ્લિક ઓફર BSE અને NSE બંને પર લિસ્ટિંગ થશે. બિડિંગના પહેલા દિવસે બુક બિલ્ડ ઓફરને ધીમો પ્રતિસાદ મળ્યો હતો. ક્વોલિટી પાવર IPO સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અનુસાર, પબ્લિક ઇશ્યૂ 0.62 ટાઈમ્સ સબસ્ક્રાઇબ થયો હતો. એક અહેવાલ મુજબ આજે ગ્રે માર્કેટમાં એનર્જી કંપનીના શેર પ્રીમિયમથી ટ્રેડ થઇ રહ્યા છે. અહેવાલ મુજબ ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડના શેર આજે ગ્રે માર્કેટમાં ₹4 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

ક્વોલિટી પાવરનો આજનો IPO GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) ₹4 છે, જે શુક્રવારના ક્વોલિટી પાવર IPO GMP ₹20 કરતા ₹16 ઓછો છે. બજાર નિરીક્ષકોના મત મુજબ કે આજે ક્વોલિટી પાવર IPO GMP માં ઘટાડો નબળા ક્વોલિટી પાવર IPO સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને દલાલ સ્ટ્રીટ પર નેગેટીવ સેન્ટિમેન્ટને કારણે આવ્યો છે. ભારતીય શેરબજાર છેલ્લા આઠ સેશનથી વેચવાલીના તણાવ હેઠળ રહ્યું છે. રોકાણકારોના નબળા પ્રતિભાવથી વધુ નુકસાન થયું; તેથી, આજે ક્વોલિટી પાવર IPO GMP ગબડ્યો છે.

આ પણ વાંચો…દિલ્હી ઉપરાંત શેર બજારમાં પણ ભૂકંપ; બજાર ખુલતાની સાથે સેન્સેક્સ આટલા પોઈન્ટ્સ તુટ્યો

બિડિંગના બીજા દિવસે આજે સવારે 10:54 વાગ્યા સુધીમાં, પબ્લિક ઇશ્યૂ 0.70 ટાઈમ્સ સબસ્ક્રાઇબ થયો હતો, રિટેલ સેગમેન્ટ 0.78 ટાઈમ્સ સબસ્ક્રાઇબ થયો હતો, NII સેગમેન્ટ 0.98 ટાઈમ્સ બુક થયો હતો, અને QIB સેગમેન્ટ 0.54 ટાઈમ્સ સબસ્ક્રાઇબ થયો હતો.

(આ માહિતીને આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં, કોઈ પણ નુકસાન માટે મુંબઈ સમાચાર જવાબદાર રહેશે નહીં; શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button