શેર બજાર

પ્રોફિટ બુકિંગ: એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની વેચવાલીએ બેન્ચમાર્કને લાઇફટાઇમ હાઇ સપાટીથી નીચે ધકેલ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સાનુકૂળ સંકેત છતાં સ્થાનિક બજારમાં એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા ફ્રન્ટલાઈન શેરામાં જોરદાર પ્રોફિટ બુકિંગ થવાને કારણે શુક્રવારે મુખ્ય બેન્ચમાર્ક શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી જીવનકાળના ઉચ્ચ સ્તરેથી નીચી સપાટીએ ધકેલાયા હતા. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૧૦૨૭.૫૪ પોઇન્ટ અથવા તો ૧.૨૧ ટકા ઊછળ્યો છે, જ્યારે નિફટી ૩૮૮ પોઇન્ટ અથવા તો ૧.૫૦ ટકા ઊછળ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ ૨૬૪.૨૭ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા ઘટીને ૮૫,૫૭૧.૮૫ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૧૪૨.૧૩ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા વધીને ૮૫,૯૭૮.૨૫ પોઇન્ટની નવી રેકોર્ડ ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી દિવસ દરમિયાન ૬૧.૩ પોઈન્ટ અથવા ૦.૨૩ ટકા ઉછળીને ૨૬,૨૭૭.૩૫ પોઇન્ટની સર્વકાલીન ઈન્ટ્રા-ડે હાઈ સપાટી નોંધાવ્યા બાદ અંતે ૩૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૨૬,૧૭૮.૯૫ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી પાવર ગ્રીડ, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ગબડનારા મુખ્ય શેરોની યાદીમાં ટોચ પર હતા, જ્યારે સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન, એચસીએલ ટેક્નોલોજીસ અને બજાજ ફિનસર્વ સૌથી વધુ વધાનારા શેરોની યાદીમાં હતા.
એસેન્ચરના મજબૂત ક્વાર્ટર્લી પરિણામ પાછળ આઇટી શેરોમાં લેવાલી વધી હતી અને સુધારો જોવા મળ્યો હતો પરંતુ તે ટકી શક્યો નહોતો. કંપની બોર્ડે રૂ. ૨૦૦ કરોડ એકત્ર કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હોવાથી ઝી મિડિયામાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રેલટેલમાં રૂ. ૧૫૫ કરોડના ઓર્ડરની ચર્ચાએ ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

મોર્ગન સ્ટેન્લીએ સુઝલોન એનર્જીના શેર ડાઉનગ્રેડ કર્યા છે. સરકાર એમએસપી અને ઇથેનોલના ભાવમાં વધારો કરવાની વિચારણાં કરી રહી હોવાના અહેવાલો વચ્ચે શુગર શેરોમાં આઠ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ (પીજીઆઇ) ઇન્ડિયાની મેન ઓફ પ્લેટિનમે એમએસ ધોની સિગ્નેચર કલેકશન બહાર પાડ્યું છે, જેમાં પ્લેટિનમ જ્વેલરી પર ધોનીની સહી રહેશે. રિલાયન્સ પાવરના શેરમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી.

માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે તાજેતરના સમયગાળાના જોરદા ઉછાળાને પગલે, રોકાણકારોએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી બેન્ચમાર્ક શેરઆંક અથડાઇ ગયા હતા. દરમિયાન એક નવા ટ્રેન્ડમાં પાછલા કેટલાક સત્રથી સ્મોલ અને મિડકેપમાં વેચવાલી વધી રહી છે, જ્યારે લાર્જ કેપમાં વધી રહી છે.

એનાલિસ્ટ અનુસાર જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસકમાં નવા શિખરે પહોચ્યા બાદ હાઉસિમગ માર્કેટ હવે કોન્સોલિડેટ થઇ રહ્યું છે. નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની માહીતી અનુસાર હોમેથોન ૨૦૨૩માં ૫૫,૦૦૦ મુલાકાતી સહભાગી થયા હતા અને રૂ. ૧૦૫૦ કરોડના સોદા થયા હતા. ભારતના સૌથી મોટા રીયલ એસ્ટેટ પ્રોપર્ટી એક્સ્પો હોમેથોનની ત્રીજી આવૃત્તિમાં ચારથી છઠી ઓક્ટોબર દરમિયાન ૧૦૦૦ ટોચના પ્રોજેકટ પ્રદર્શિત કરવામાં આવશે. એકંદરે આ ક્ષેત્રે વેચાણ નવા પ્રોજેક્ટથી વધુ રહ્યાં છે.

બીએસઇ મિડકેપ ૦.૨૯ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૦૭ ટકા વધ્યો હતો. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સન ફાર્મા ૨.૬૬ ટકા, રિલાયન્સ ૧.૭૨ ટકા, ટાઈટન ૧.૫૦ ટકા, એચસીએલ ટેક ૧.૩૧ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧૦ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૯૦ ટકા, એનટીપીસી ૦.૭૩ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૬ ટકા, ટાટા સ્ટીલ ૦.૫૪ ટકા અને મારુતિ ૦.૪૯ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ ૩.૦૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૮૩ ટકા, ભારતી એરટેલ ૧.૭૪ ટકા, એચડીએફસી બેન્ક ૧.૬૫ ટકા, કોટક બેન્ક ૧.૫૫ ટકા, લાર્સન ૧.૪૯ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૧૧ ટકા, અલ્ટ્રા સિમેન્ટ ૦.૮૪ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૪ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૩૪ ટકા ગબડ્યા હતા.

વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં ચાઇનાનું શરેબજાર ૧૭ વર્ષના તળિયે પટકાયોું હોવાના અહેવાલ હતા. એશિયન બજારોમાં, ટોક્યિો, શાંઘાઈ અને હોંગકોંગ શેરબજારમં જોરદાર ઉાળો જોવા મળ્યો હતો, જ્યારે સિઓલ નેગેટિવ ઝોનમાં સરક્યું હતું. યુરોપિયન બજારો બપોરના સત્ર સુધી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યાં હતાં.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૬૨૯.૯૬ કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ)એ પણ રૂ. ૨,૪૦૫.૧૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૩ ટકા ઘટીને ૭૧.૫૮ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

બીએસઇ બેન્ચમાર્ક ગુરુવારે ૬૬૬.૨૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકાના ઉછાળા સાથે ૮૫,૮૩૬.૧૨ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૬૦.૫૬ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકાના ઉછાળા સાથે ૮૫,૯૩૦.૪૩ ની વિક્રમી ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ૨૧૧.૯૦ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકા વધીને ૨૬,૨૧૬.૦૫ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૨૪૬.૭૫ પોઈન્ટ અથવા ૦.૯૪ ટકા વધીને ૨૬,૨૫૦.૯૦ની નવી ઈન્ટ્રા-ડે લાઈફ ટાઈમ ટોચે પહોંચ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button