પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે વીસ આઇપીઓ ખડકાશે...
શેર બજાર

પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે વીસ આઇપીઓ ખડકાશે…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ
: શેરબજારના ઊથલપાથલ વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે વીસ આઇપીઓ ખડકાશે. સેક્ધડરી માર્કેટમાં ભારે અફડાતફડી અને સાવચેતીનો માહોલ હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં અનેક નવા ભરણા આવી રહ્યા છે અને માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે નવા ડીઆરએચપી જમા થતાં રહ્યા છે.

આ અઠવાડિયું ફરી આઇપીઓથી વ્યસ્ત રહેશે, જેમાં ૨૦ મેઈનબોર્ડ અને એસએમઇ ઓફરો લાઇનમાં છે. મેઈનબોર્ડ ઇશ્યૂમાં ગ્લોટિસ, ફેબટેક ટેક્નોલોજીસ, ઓમ ફ્રેઈટ ફોરવર્ડર્સ અને એડવાન્સ એગ્રોલાઈફનો સમાવેશ થાય છે. વાલપાસ્ટ ટેકનોલોજી, કુસુમગર, લેસર પાવર એન્ડ ઇન્ફ્રા, ઇન્ડો એમઆઈએમ, બેહારીલાલ એન્જીનીયરીંગ અને સીએસેમ ટેકનોલોજીસ સહિતની ઘણી કંપનીઓએ સેબી પાસે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે.

જોકે, લિસ્ટિંગના મામલે હવે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોમવારે ગણેશ ક્ધઝ્યુમર પ્રોડક્ટસનો શેર ૮.૩૮ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા બાદ અંતે ૮.૭૧ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. પાછલા શુક્રવારે સાત્વિક ગ્રીન એનર્જી તેના ઇશ્યુ ભાવ સામે એક ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો.

આ અગાઉના ગુરુવારે આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશનનો શેર તેના ઇશ્યુ ભાવ સામે પાંચ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. જોકે, પાછલા શુક્રવારે જીકે એનર્જીએ ૧૨ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મેળવ્યું હતું, જ્યારે બુધવારે વીએમએસ ટીએમટીના શેર છ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા.

દરમિયાન, એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે.

આ ઉપરાંત ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.

આ પણ વાંચો…સેબીએ કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button