અમેરિકાની ૧૦૦ ટકાની ટેરિફની જાહેરાતે ફાર્મા શેરોમાં કડાકા
Top Newsશેર બજાર

અમેરિકાની ૧૦૦ ટકાની ટેરિફની જાહેરાતે ફાર્મા શેરોમાં કડાકા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ
: યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ ફાર્માસ્યુટિકલ દવાઓ પર ૧૦૦ ટકા આયાત ટેરીફ લાદવાની જાહેરાત કર્યા પછી રોકાણકારો ચિંતિત થયા હોવાથી શરૂ થયેલી વેચવાલીના દબાણ વચ્ચે શુક્રવારે ફાર્મા શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

સવારના સત્રમાં જ વોકહાર્ટ લિમિટેડ ૬.૫૮ ટકા, નેટકો ફાર્મા ૫.૪૬ ટકા, સન ફાર્મા ૪.૯૬ ટકા, ઇન્ડોકો રેમેડીઝ ૪.૭૦ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા ૨.૮૮ ટકા, અરબિંદો ફાર્મા ૨.૪૪ ટકા અને ડો. રેડ્ડીઝ ૨.૩૧ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બીએસઇનો હેલ્થકેર ઇન્ડેક્સ ૧.૩૯ ટકા ઘટીને ૪૩,૩૭૬.૦૪ પોઇન્ટ સુધી નીચે ગબડ્યો હતો.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ટેરિફમાં ભારે વધારા જાહેર કરાયા બાદ આઇટી શેરોમાં પહેલેથી જ સતત વેચવાલી ચાલી રહી છે અને તેમાં ફાર્મા શેરો પર નવેસરથી દબાણને કારણે ભારતીય બજારોનું સેન્ટિમેન્ટ ડહોળાઇ ગયું હતું અને ધોવાણની ગતિ થોડી વધુ તીર્વ બની હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલી ઓક્ટોબરથી બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત પર ૧૦૦ ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી નિકાસકારોનું ધ્યાન અન્ય બજારો તરફ અને રોકાણકારોનું ધ્યાન સ્થાનિક ફાર્મા ક્ષેત્ર પર રહેશે, એવો મત બજારના વિશ્લેષકોએ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો…ટ્રમ્પે ફાર્મા પર ટેરિફ લાદતા ભારતીય શેરબજારમાં કડાકો! સેન્સેક્સ-નિફ્ટી આટલા ઘટ્યા

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button