એમટીઆર ફૂડની માલિકી ધરાવતી ઓર્કલા ઈન્ડિયા આઈપીઓ બજારમાં પ્રવેશ, જાણો વિગતે…

મુંબઈ : ઈન્સ્ટન્ટ મિક્સ અને મસાલા માટે જાણીતી કંપની એમટીઆર ફૂડસ અને ઈસ્ટર્ન કોન્ડિમેન્ટ્સની માલિકી ધરાવતી કંપની ઓર્કલા ઈન્ડિયા(Orkla India)29 ઓક્ટોબરના રોજ આઈપીઓ માર્કેટમાં પ્રવેશી છે. ઓર્કલા ઈન્ડિયા એ નોર્વેની ઇન્વેસ્ટમેન્ટ કંપની ઓર્કલા એએસએનું ભારતીય એકમ છે. આ કંપનીનો આઈપીઓ 29 ઓક્ટોબરના રોજ ખુલશે અને 31 ઓક્ટોબરના રોજ બંધ થશે. કંપની બજારમાંથી રૂપિયા 1,667.54 કરોડ એકત્ર કરશે. કંપની 2.28 કરોડ શેર ઓફર કરી રહી છે.
શેરનો પ્રાઈઝ બેન્ડ રૂપિયા 695-730 પ્રતિ શેર
આ શેરનો પ્રાઈઝ બેન્ડ રૂપિયા 695-730 પ્રતિ શેર છે. જયારે શેરની ફાળવણી 6 નવેમ્બરના રોજ થશે. આ શેર બીએસએઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે. આ કંપનીના વ્યવસાય અંગે જોઈએ તો તે ઈન્સ્ટન્ટ મિક્સ અને રેડી ટુ
કુક તેમજ મસાલાનું વેચાણ કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં આશરે 400 વસ્તુઓનો સમાવેશ થાય છે. કંપની કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના બજારમાં મજબૂત વેપાર ધરાવે છે.
70 ટકા આવક ભારતના દક્ષિણના રાજ્યોમાંથી
કંપનીની રેવન્યુ અંગે જોઈએ તો એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં ઓર્કલા ઇન્ડિયાની 70 ટકા આવક ભારતના દક્ષિણના રાજ્યોમાંથી આવી હતી. કંપનીએ પ્રોસ્પેક્ટમાં જણાવ્યું છે કે એક જ પ્રદેશ પર ભારે નિર્ભરતાના લીધે કંપનીને આર્થિક અને સ્પર્ધાત્મક દબાણ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.
કુલ આવકનો 20 ટકા હિસ્સો ભારતની બહારના ઉત્પાદનોનો
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025 માં ઓર્કલા ઇન્ડિયાની કુલ આવકનો 20 ટકા હિસ્સો ભારતની બહારના ઉત્પાદનોના વેચાણમાંથી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં કામગીરી કંપનીને ચલણના વધઘટ, વેપાર પ્રતિબંધો, નૂર ભાવમાં વધઘટ અને આંતરરાષ્ટ્રીય નિયમોના પાલન જેવા પરિબળોનો સામનો કરવો પડે છે.
કંપનીના નફામાં વધારો
જયારે કંપનીના મુખ્ય સ્પર્ધકમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડકટ ઇન્ડિયા છે. તેમજ એપ્રિલ-જૂન 2025 ના સમયગાળામાં ઓર્કલા ઇન્ડિયાનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.8 ટકા વધીને 78.9 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ જે 71. 9 કરોડ હતો. જયારે આવક 6 ટકા વધીને 597 કરોડ થઈ હતી. જે જુન 2024ના ક્વાટરમાં 563.5 કરોડ હતી.
આ પણ વાંચો…નવા વર્ષમાં નવી આશાઓ સાથે તમે આ IPOમાં કરી શકો છો રોકાણ: જાણી લો યાદી છે લાંબી…



