ઓરેકલના એક દિવસના ઉછાળાએ રિલાયન્સ અને મસ્કને ઝાંખા પાડ્યા!

નિલેશ વાઘેલા
મુંબઇ: ઓરેકલની ૨૪૪ બિલિયનની એક દિવસની તેજી ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક જેવી સમગ્ર આઈટી ત્રિપુટી જેટલી મોટી છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવકમાં નોંધપાત્ર વૃદ્ધિનો અંદાજ જાહેર થયા પછી ઓરેકલના શેરમાં ૩૬ ટકાનો ઉછાળો આવ્યો, જેનાથી તેના માર્કેટ કેપમાં ૨૪૪ બિલિયન ડોલરનો ઉમેરો થયો હતો.
ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ૨૧૨ બિલિયન ડોલરનું બજાર મૂલ્ય પણ ઓરેકલની એક દિવસીય તેજી સામે નાનું લાગે છે, જે ટકાવારીના ધોરણે ૧૯૯૨ પછી કંપની માટે સૌથી મોટો એક દિવસીય ઉછાળો હતો.
આપણ વાંચો: તોફાની તેજી: સેન્સેક્સે તોતિંગ ઉછાળા સાથે પાંચ દિવસની ખોટ એક ઝાટકે સરભર કરી, નિફ્ટી નવા શિખરે
ઓરેકલના સ્થાપક અને કંપનીમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતા તેના સૌથી મોટા શેરધારક, એલિસનની સંપત્તિમાં ભારે તેજીના પરિણામે એક દિવસમાં ૮૮.૫ બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો.
તેમણે થોડા સમય માટે મસ્કને નંબર વન સ્લોટમાં પાછળ છોડી દીધો અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ તેમની વર્તમાન નેટવર્થ ૩૮૩ બિલિયન ડોલર દર્શાવે છે, જે મસ્કની ૩૮૪ બિલિયન ડોલરની સંપત્તિ કરતાં સહેજ ઓછી છે.
આપણ વાંચો: શેરબજાર ત્રણ દિવસની મંદી ખંખેરી કેમ ઉછળ્યું! ટ્રિગર ટ્રમ્પનું કે આરબીઆઈનું?
ઓરેકલનીા માર્કેટ કેપ નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૪૪ બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. આ તેજીએ લેરી એલિસનની સંપત્તિમાં થોડા સમય માટે વધારો કર્યો, જે એલોન મસ્કની નજીક પહોંચી ગઈ, જે એલોન મસ્કનો વિશ્ર્વના સૌથી ધનિક અબજોપતિનો ખિતાબ છીનવી લેવા માટે પૂરતી હતી.
બુધવારે ઓરેકલના શેરમાં ૨૪૪ બિલિયન ડોલરની તેજી ભારતની ટોચની ત્રણ ટેક કંપનીઓ, ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેકના સંયુક્ત બજાર મૂડીકરણની બરાબર છે.
અમેરિકન ટેક જાયન્ટ હવે વિશ્વની ૧૨મી સૌથી મૂલ્યવાન કંપની છે અને એક ટ્રિલિયન ડોલરના ક્લબમાં જોડાવા માટે તૈયાર છે. નોંધવું રહ્યું કે ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેકનું સંયુક્ત બજાર મૂલ્ય આશરે ૨૪૪ અબજ ડોલર જેટલું છે.