શેર બજાર

એચડીએફસી બૅંકના ધબડકાને કારણે નિફ્ટીમાં ૧૮ મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એકધારી આગેકૂચ બાદ શેરબજારમાં બુધવારે મહાભયાનક કડાકો જોવા મળ્યો છે અને એચડીએફસીની આગેવાનીએ શરૂ થયેલી વેચવાલીને કારણે નિફ્ટીમાં ૧૮ મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો, જ્યારે સેન્સેક્સમાં ૧૬૨૮ પોઇન્ટનો તોતિંગ કડાકો નોંધાયો છે. વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે એચડીએફસી બેન્કના નિરાશાજનક પરિણામને કારણે બેન્કિંગ શેરોમાં ધોવાણ શરૂ થવાથી આ કડાકા પડ્યો હતો. સેન્સેક્સ ૧૬૨૮.૦૧ પોઇન્ટ અથવા તો ૨.૨૩ ટકાના કડાકા સાથે ૭૧,૫૦૦.૭૬ પોઇન્ટની સપાટીએ ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૬૦.૩૫ પોઇન્ટ અથવા તો ૨.૦૯ ટકાના કડાકા સાથે ૭૧,૫૭૧.૯૫ની સપાટીએ પહોંચ્યો છે. સેન્સેક્સે મંગળવારે ૭૩,૪૨૭.૫૯ પોઇન્ટની અને નિફ્ટીએ ૨૨,૧૨૪.૧૫ પોઇન્ટની ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી હતી. એચડીએફસી બેન્ક આઠેક ટકાના કડાકા સાથે ટોપ લુઝર બન્યો હતો. અન્ય ટોપ લુઝરમાં ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક અને સ્ટેટ બેન્કનો સમાવેશ હતો. જ્યારે ટોપ ગેઇનર્સમાં એચસીેલ ટેકનો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસ્લે અને લાર્સનનો સમાવેશ હતો.

નોવા એગ્રીટેકે તેના રૂ. ૧૪૪ કરોડના જાહેર ભરણાં માટે રૂ. ૩૯-૪૧ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ભરણું સ્બસ્ક્રીપ્શન માટે બાવીસમાં જાન્યુઆરીએ ખૂલશે અને ૨૪મી જાન્યુઆરીએ બંધ થશે. કંપની તેની સબિસ્ડરી મારફત નવા ફોર્મ્યુલેશન પ્લાન્ટની સ્થાપના અને હાલના પ્લાન્ટના વિસ્તરણ માટે એકત્રિત નાણાં ભંડોળનો ઉપયોગ કરશે. મિનિમમ લોટ ૩૬૫ શેરનો છે અને શેર બીેસઇ અને એનએસઇ પર લિસ્ડેડ થશે.

ઇનડેલ મની લિમિટેડ રૂ. ૨૦૦ કરોડના સિક્યોર્ડ, રીડીમેબલ નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર સાથે ૩૦મી જાન્યુઆરીએ બજારમાં પ્રવેશ કરશે અને ભરણું ૧૨મી ફેબ્રુઆરીએ બંધ થશે. એનસીડીની ફેસ વેલ્યૂ રૂ. ૧૦૦૦ પ્રતિ એનસીડી છે. કૂપન યિલ્ડ ૧૨.૨૫ ટકા સુધીની છે, જે ઓપ્શન સેવન અનુસાર સાત વર્ષમાં રોકાણ બમણું કરી શકે છે. લઘુત્તમ ઇન્વલેસ્ટમેન્ટ લોટ ૧૦ એનસીડીનો છે.
એલએન્ડ ટી ટેકનોલોજી સર્વિસિસનો શેર ત્રીજા ક્વાર્ટરના પરિણામ પછી ચાર ટકા ઊછળ્યો હતો. એનએસઇ લિસ્ટેડ જાણીતી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) સ્ટુડિયો કંપની ફેન્ટમ ડિજિટલ ઇફેક્ટ્સ લિમિટેડે વૈજ્ઞાનિક ઘટના (સાઇફાઇ) આધારિત અયલાનની વૈશ્ર્વિક સફળતા હાંસલ કરી છે. આ કંપનીએ ૪૫૦૦ વીએફએકસ શોટનો ઉપયોગ કરીને એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક નવું ધોરણ સ્થાપ્યું છે. ૧૨મી જાન્યુઆરીએ રીલિઝ થયેલી આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં ગ્લોબલ બોકસ ઓફિસમાં રૂ. ૫૦ કરોડથી વધુની રેવન્યૂ નોંધાવી છે.

બજારના સાધનો અનુસાર યુએસ ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરની ટિપ્પણીઓએ માર્ચ રેટ કટની અપેક્ષાઓ પર પાણી ફેરવી દેવા સાથે અમેરિકાની ૧૦-વર્ષની ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઉછાળાને કારણે સમગ્ર વિશ્ર્વમાં સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. નબળા વૈશ્ર્વિક સંકેતો પર બજાર નીચું ખુલ્યું હતું અને જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ વેચાણનું દબાણ વધ્યું હતું. જોકે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોએ થોડો ટેકો પૂરો પાડ્યો હતો.

ઇન્ડેક્સમાં હેવીવેઇટ ધરાવતા એચડીએફસી બેન્કનો શેર તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પછી બુધવારે સવારે જ સાત ટકાથી વધુ ઘટીને રૂ. ૧,૫૬૦ની નીચી સપાટીએ પછડાતા બજારના માનસ પર ખૂબ જ ખરાબ અસર થઇ હતી. આ બેન્કના ચોખ્ખા નફામાં ૩૪ ટકા વધારો હોવા છતાં, લોન વૃદ્ધિ અને ટોચના બ્રોકિંગ હાઉસના માર્જિન અંગેના નકારાત્મક દૃષ્ટિકોણથી હતોત્સાહિત થયા હતા. એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નીચી સપાટીએ ગબડ્યા હતા. યુરોપિયન બજારોમાં પણ તીવ્ર ઘટાડા સાથે કામકાજ થઇ રહ્યાં હતા. મંગળવારે અમેરિકાના બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. બુધવારે બજારના ઘટાડાનું નેતૃત્વ એચડીએફસી બૅન્કના પરિણામો પાછળ બેન્કિંગ શેરોમાં થયેલા ઘટાડાને કારણે થયું છે. બજારના જાણકારો અનુસાર બૅન્કનો ક્રેડિટ/ડિપોઝીટ (સીડી) રેશિયો ઊંચા સ્તરે છે જે આરબીઆઈના કમ્ફર્ટ લેવલની બહાર છે. જોકે, આ સ્થિતિ મોટાભાગની અન્ય બૅન્કોની પણ છે. બજાર અને નિષ્ણાતો એવી ધારણા બાંધે છે કે, જો બૅન્કો આક્રમક ડિપોઝિટ મોબિલાઇઝેશન કરશે અથવા તો ધિરાણ વૃદ્ધિની ઝડપ ઘટાડશે.

આઈપીઓ ઈન્ડેક્સ ઘટ્યો, એસએમઈ આઈપીઓ વધ્યો
મુંબઇ: શેરબજારમાં બુધવારે ભારે ધોવણ વચ્ચે આઈપીઓ ઈન્ડેક્સ એક ટકા ઘટ્યો હતો, જ્યારે એસએમઈ આઈપીઓ ૨.૧૦ ટકા વધ્યો હતો. મૂડીબજારમાં હલચલ ચાલુ છે. એડિક્ટિવક લર્નિંગ ટેકનોલોજી લિમિટેડ, એક વ્યાવસાયિક અપસ્કિલિંગ અને કારકિર્દી સેવાઓને લગતી એડટેક કંપની છે. કંપની ૧૯ મી જાન્યુઆરીએ પ્રારંભિક જાહેર ઓફર સાથે બજાર પ્રવેશ કરી રહી છે. કંપનીએ આ આઈપીઓ દ્વારા ઉચ્ચ બેન્ડના ભાવ પર રૂ. ૬૦.૧૫ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં એનએસઈ એમર્જ પ્લેટફોર્મ પર શેરની સૂચિબદ્ધ કરવામાં આવશે. એકત્રિત ભંડોળનો ઉપયોગ એક્વિઝિશન, ટેક્નોલોજીમાં રોકાણ, નવા અભ્યાસક્રમોનો વિકાસ, બ્રાંડિંગ અને માર્કેટિંગ, કાર્યકારી મૂડી આવશ્યકતાઓ અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે.
એન્કર માટેની બોલી ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ ખુલશે અને ૨૩ જાન્યુઆરીએ ભરણુું બંધ થશે. ઇસ્યૂના બુક રનીંગ લીડ મેનેજર નર્નોલિયા ફાઇનાન્સિયલ સર્વિસીસ અને રજિસ્ટ્રાર મશીત્લા સિક્યોરિટીઝ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…