શેર બજાર

શેરબજારમાં ટેરિફના ડર વચ્ચે નીફ્ટી ૨૩,૩૦૦ની નીચે સરક્યો, આગળ શું?

નિલેશ વાઘેલા

મુંબઇ:  યુએસ ટેરિફના વધતા ભય વચ્ચે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે સતત પાંચમા સત્રમાં નીચા સ્તરે ગબડી રહ્યા છે. ખાસ કરીને બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલીનું વધુ દબાણ છે. નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટે સ્થાનિક બજારના માનસ પર અસર કરી છે.   છેલ્લા ચાર સત્રોમાં નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સ બંનેમાં 1.5% નો ઘટાડો થયો છે, જે યુએસ ટેરિફ અને વિદેશી આઉટફ્લોની આસપાસની અનિશ્ચિતતાઓને કારણે સતત પીછેહટ કરી રહ્યા છે.

ફોરેક્સ માર્કેટમાં 31 જાન્યુઆરી પછી પહેલીવાર રૂપિયો 87 પ્રતિ યુએસ ડૉલરની ઉપર પહોંચ્યો છે. ગોલ્ડમેને Q3 શો પછીના લક્ષ્યાંકમાં કાપ મૂક્યો હોવાથી આઇશર મોટર્સનો શેર 6% ઘટ્યો હતો. પરિણામોની જાણ કર્યા પછી એપોલો હોસ્પિટલના શેર લગભગ 4% ઘટ્યા છે. પતંજલિ ફૂડ્સના શેર 2% ગગડ્યા છે. ચોખ્ખો નફો 41% ઘટીને રૂ. 899 કરોડ થયો હોવા છતાં ગ્રાસિમના શેરમાં 3%નો ઉછાળો જોવા મળ્યો હતો.

Also read: આજે શેરબજારમાં ફરી ધોવાણ થશે! શરૂઆતના ટ્રેડીંગમાં આ શેરોમાં મોટો કડાકો

બજારના ચાલુ મંદીના તબક્કામાં નોંધપાત્ર વલણ એ વ્યાપક બજારમ લાર્જકેપ્સનું આઉટપરફોર્મન્સ છે. જ્યારે નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 8.6% અને 11.3% ડાઉન છે, અને નિફ્ટી માત્ર 1.52% ડાઉન છે. આ આઉટપરફોર્મન્સ આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

લાર્જકેપ્સમાં વિદેશી ફંડો દ્વારા અવિરત વેચવાલીએ તેમના મૂલ્યાંકનને વાજબી બનાવ્યું છે જ્યારે મિડ અને સ્મોલકેપ્સના વેલ્યુએશન વધુ પડતા ઊંચા જ રહ્યા છે. વિદેશી રોકાણકારો ચોક્કસપણે ભારતમાં પાછા ફરશે; પરંતુ તે ત્યારે જ થશે જ્યારે ડોલર ઇન્ડેક્સ નબળો પડશે. આપણે જાણીએ છીએ કે તે થશે, પણ ક્યારે ખબર નથી. રોકાણકારોએ હવે બેંકિંગ, આઈટી, ઓટો, ફાર્મા અને કેપિટલ ગુડ્સમાં ગુણવત્તાયુક્ત લાર્જકેપ ખરીદીને ધીરજપૂર્વક રાહ જોવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button