બેન્કિંગ શેરોના ધબડકા પાછળ શૅરબજારમાં સતત ચોથા દિવસે પીઠેહઠ, નિફ્ટી 22,000ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં ગુરૂવારે સત્રની શરૂઆત સારી થઇ હોવા છતાં બપોરના સત્રમાં ખાસ કરીને બેન્ક શેરોમાં મોટી વેચવાલી અને દોવાણ થવાને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે બંને બેન્ચમાર્ક સતત ચોથા દિવસે નેગેટીવ ઝોનમાં સરક્યા હતા.
આ સત્રમાં નિફ્ટીએ 22,000ની સપાટી ગુમાવી છે. ટેલિકોમ અને મીડિયા સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ રેડ ઝોનમાં સરક્યા હતા.
ભારે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સત્રને અંતે સેન્સેક્સ 454.69 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા ઘટીને 72,488.99 પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી 152.05 પોઈન્ટ્સ અથવા 0.69 ટકા ઘટીને 21,995.85 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 9.30 લાખ કરોડનું ધોવાણ થયું છે.
નિફ્ટીમાં ટોપ લૂઝર્સ શેરોમાં એપોલો હોસ્પિટલ્સ, નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને ટાઈટન કંપનીનો સમાવેશ હતો, જ્યારે ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો અને એલટીઆઈએમઇન્ડટ્રીનો ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો.
નેસ્લે ઓછા વિસિત દેશોમાં વધુ ખાંડ ધરાવતી ઇન્ફન્ટ મિલ્ક પ્રોડક્ટસનું વેચાણ કરે છે એવા રિપોર્ટ વચ્ચે તેના શેરમાં ત્રણ ટકા જેટલો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સના અન્ય ટોપ લુઝર્સ શેરોમાં ટાઇટન, એક્સિસ બેન્ક, એનટીપીસી, ટાટા મોટર્સ, આઇટીસી, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ હતો. ભારતી એરટેલ, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ અને લાર્સનનો સમાવેશ હતો.
હીટીંગ ઇક્વિપમેન્ટ ઉત્પાદક જેએનકે ઇન્ડિયા 23મી એપ્રિલે મૂડીબજારમાં રૂ. 650 કરોડના ભરણા સાથે પ્રવેશી રહી છે અને પ્રાઇસ બેન્ડ રૂ. 395થી રૂ. 415 પ્રતિ શેર નક્કી થઇ છે.
ભરણું 25મીએ બંધ થશે. આઇપીઓમાં ઓએફએસનો હિસ્સો 84.21 લાખ શેરનો છે. મિનિમમ બિડ લોટ 36 શેરની છે. એન્કર ઇન્વેસ્ટર માટે ભરણું બાવીસમીએ ખૂલશે. ફેશન ડિઝાઇનર માસાબા દ્વારા સ્થાપિત બ્યુટી બ્રાન્ડ લવચાઇલ્ડે આર મોલમાં શોપર્સ સ્ટોપ્સ કાથે શોપ ઇન શોપ પોરમેટમાં નવા રિટેલ આઉટલેટની શરૂઆત કરી છે.
ઈન્ફોર્મા માર્કેટ્સે ભારતની બેબીકેર માર્કેટની સંભાવના પારખી ચિલ્ડ્રન, બેબી મેટરનિટી એક્સપો ઇન્ડિયાનું 18મીથી 20મી એપ્રિલ દરમિયાન બીકેસી ખાતે આયોજન કર્યું છે.
સીબીએમઇ ઇન્ડિયામાં 150થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો અને 3000થી વધુ મુલાકાતીઓને એક છત્ર નીચે આવી રહ્યાં છે. ભારતીય બેબી કેર માર્કેટ રૂ. 2.1 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2024-2032 સુધીમાં 15.30 ટકા સીએજીઆર સાધે એવો અંદાજ છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ થશે એવું સ્પષ્ટ સંકેત મળવાને કારણે અમેરિકા, એશિયા અને યુરોપના બજારોમાં તીવ્ર વેચવાલી અને નકરમાઇ વચ્ચે વૈશ્વિક સંકેતો નક્ારાત્મક રહ્યાં હોવા છતાં કામકાજની શરૂઆત સારા ટોન સાથે ગ્રીન ઝોનમાં થઈ હતી અને પૂર્વાર્ધ સુધી તે સકારાત્મક રહ્યું હતું. જોકે બપોરના સત્રમાં વેચવાલીનું દબાણ વધી જવાને કારણે સુધારો ધોવાઇ ગયો હતો અને બજાર નેગેટીવ ઝોનમાં સરી ગયું હતું.
સ્થાનિક બજારમાં આ સત્રમાં મિડકેપ શેરોમાં સાધારણ વેચવાલી હતી. જોકે, સ્મોલ કેપ શેરોમાં મોટી વધઘટ નહોતી જોવા મળી. આરતી ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, કયુમિન્સ ઈન્ડિયા, આઈશર મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેફાઈટ ઈન્ડિયા, હિટાચી એનર્જી, ઈન્ડસ ટાવર્સ, જિંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યુ એનર્જી, જુબિલન્ટ ફાર્મોવા, જસ્ટ ડાયલ્સ, કેએસબી પમ્પ્સ, મેનકાઇન્ડ ફાર્મા, સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ, પેટ્રોનેટ એલએનજી, ક્વેસ કોર્પ, રામકો સિસ્ટમ સહિતના 200થી વધુ શેર બીએસઈ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
વ્યક્તિગત શેરોમાં, ઈન્ડા સિમેન્ટ્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને પાવર ગ્રીડમાં 400ટકાથી વધુ વોલ્યુમમાં ઉછાળેો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે ઈન્દ્રપ્રસ્થ ગેસ, એપોલો હોસ્પિટલ્સ અને મહાનગર ગેસમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
17 નવેમ્બર, 2024ના રોજ રામનવમી નિમિતે બજાર બંધ રહ્યુ હતું. બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે મંગળવારના 72,943.68ના બંધ સામે 454.69 પોઈન્ટ્સ (0.62 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ 73,183.10 ખૂલી, ઉપરમાં 73,473.05 સુધી, નીચામાં 72,365.67 સુધી જઈ અંતે 72,488.99 પર બંધ રહ્યો હતો.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સ્મોલ કેપ 0.06 ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ મીડ કેપ 0.39 ટકા, સેન્સેક્સ 50 ઈન્ડેક્સ 0.71 ટકા, બીએસઈ 100 ઈન્ડેક્સ 0.64 ટકા, બીએસઈ 200 ઈન્ડેક્સ 0.60 ટકા, બીએસઈ 500 ઈન્ડેક્સ 0.53 ટકા, બીએસઈ ઓલ કેપ 0.19 ટકા અને બીએસઈ લાર્જ કેપ 0.60 ટકા ઘટ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં ટેલિકોમ્યુનિકેશન 1.62 ટકા અને ટેક 0.70 ટકા વધ્યા હતા, જ્યારે કેટિપલ ગુડ્સ 0.01 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 0.03 ટકા, આઈટી 0.19 ટકા, યુટિલિટીઝ 0.20 ટકા, સર્વિસિસ 0.24 ટકા, પાવર 0.33 ટકા, કમોડિટીઝ 0.39 ટકા, મેટલ 0.50 ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિસનરી 0.54 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ 0.62 ટકા, રિયલ્ટી 0.70 ટકા, ઓટો 0.73 ટકા, ઓઈલ એન્ડ ગેસ 0.96 ટકા, એફએમસીજી 1.00 ટકા, બેન્કેક્સ 1.09 ટકા, હેલ્થકેર 1.23 ટકા, એનર્જી 1.28 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 1.52 ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરૂવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ.197.79 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ 2,177 સોદામાં 2,627 કોન્ટે્રક્ટનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ 88,81,055 કોન્ટે્રક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.
સેન્સેક્સમાં ભારતી એરટેલ 4.15 ટકા, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 2.13 ટકા, ઈન્ફોસિસ 0.41 ટકા અને લાર્સન એન્ડ ટ્રુબ્રો 0.16 ટકા વધ્યા હતા, જ્યારે નેસ્ટલે ઈન્ડિયા 3.31 ટકા, ટાઈટન 3.31 ટકા, એક્સિસ બેન્ક 2.72 ટકા, એનટીપીસી 2.19 ટકા અને ટાટા મોટર્સ 2.12 ટકા ઘટ્યા હતા.
બજારનો અંડરટોન નરમ રહ્યો હતો. સેન્સેક્સની માત્ર ચાર કંપનીઓ વધી અને 26 કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. 392.89 લાખ કરોડ રહ્યું હતું. આઈપીઓ ઈન્ડેક્સ 1.11 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.45 ટકા વધ્યા હતા. એક્સ ગ્રુપની 01 કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.