વેપારશેર બજાર

નિફ્ટીએ ૧૯,૫૦૦નો ગઢ ટકાવ્યો, આગળ શું?

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં રસાકસીનો ખેલ ચાલું રહ્યો છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી સાથે અમેરિકાના ટ્રેઝરી બિલ અને ડોલર ઇન્ડેક્સના ઉછાળા વચ્ચે તેજીવાળા મૂંઝાઇ ગયા છે. એક તરફ વિદેશી ફંડો વેચવાલ રહ્યાં છે અને તેને બીજી તરફ આ વેચવાલી વધુ તીર્વ બને એવા પરિબળોમાં ડોલર ઇન્ડેક્સ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે યુએસ ટ્રેઝરી યિલ્ડ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. આ પરિબળો બજારને નીચી સપાટીએ ખેંચવા માટે પર્યાપ્ત છે.

બજારને ટેકો આપે એવા એકમાત્ર પરિબળમાં ક્રૂડ ઓઇલના ભાવનો ઘટાડો ગણી શકાય! જોકે, નિફ્ટીએ મંગળવારના સત્ર દરમિયાન ૧૯,૫૦૦ની સપાટી તોડી હતી, પરંતુ તેમ છતાં તેણે આ સપાટી ટકાવી હોવાથી તેજીવાળા હજુ આશાવાદી રહ્યાં છે, ત્યારે ટેક્નિકલ એનાલિસ્ટ આ અંગે શું માને છે તે જોઇએ.

ટોચના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટીએ બેરીશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે પરંતુ હાલમાં, તે તેના ૧૯,૪૫૦ પોઇન્ટના મજબૂત સપોર્ટ લેવલની નજીક છે. જો બેન્ચમાર્ક આ સ્તર તોડશે તો તે નીચામાં ૧૯,૨૦૦ સુધી ખેંચાઇ જશે. નિફટી માટે તાત્કાલિક પ્રતિકાર ૧૯,૬૩૦ પોઇન્ટની છે અને ટ્રેન્ડ રિવર્સલ માટે ઇન્ડેક્સને ૧૯,૭૩૦ પોઇન્ટની ઉપર મક્કમ બંધ આપવો પડશે.

એક અન્ય ટોચના વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, બેન્ચમાર્ક માટે ૧૯૫૮૦ તાત્કાલિક પ્રતિકાર ક્ષેત્ર બની શકે છે, જેની ઉપર ઇન્ડેક્સ ૧૯૭૦૦-૧૯૭૨૫ સુધી આગળ વધી શકે છે. બીજી બાજુ ૧૯૪૫૦ અને ૧૯૪૮૦ મજબૂત સપોર્ટ ઝોન છે. જો નિફ્ટી ૧૯૪૫૦ પોઇન્ટની તોડશે તો તે ૧૯૩૭૫-૧૯૩૫૦ સુધી લપસી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button