નિફ્ટીમાં સતત બીજા દિવસે નવી વિક્રમી સપાટી, મિડકૅપ અને સ્મોલ કૅપ શૅરોમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાઇ બજારોની નરમાઇને અવગણીને ભારતીય શેરબજારે સતત છઠ્ઠા સત્રમાં આગેકૂચ ચાલુ રાખી હતી અને નિફ્ટી ફરી નવા વિક્રમી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ બૅન્ક શેરોની આગેવાનીએ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ પણ ૭૩,૦૦૦ પોઇન્ટની સપાટી વટાવી ગયો હતો. જોકે, ઘણાં સત્ર બાદ મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સાવચેતીના માનસ વચ્ચે પીછેહઠ જોવા મળી હતી.
સત્રને અંતે સેન્સેક્સ ૩૪૯.૨૪ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા વધીને ૭૩,૦૫૭.૪૦ પોઇન્ટ પર અને નિફ્ટી ૭૪.૭૦ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા વધીને ૨૨,૧૯૬.૯૫ પોઇન્ટ પર સ્થિર થયો હતો. જો કે, વ્યાપક બજારમાં થોડા પ્રોફિટ બુકિંગને નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ શેરઆંક ૦.૬ ટકા સુધી લપસ્યા હતા. મિડ અને સ્મોલ કેપ્સમાં ઘટાડો સૂચવે છે કે રોકાણકારો ઊંચા મૂલ્યાંકનને કારણે સાવચેતીનું માનસ ધરાવે છે. આ અઠવાડિયે યુએસ ફેડરલની આગમી જાહેરાત પર બજારની નજર છે.
ચીનના રિઅલ એસ્ટેટને બુસ્ટર આપવાના પ્રયાસો અપર્યાપ્ત હોવાના અહેવાલો વચ્ચે એશિયાઇ બજારોની નરમાઇ પાછળ સ્થાનિક બજારમાં પણ પ્રારંભિક તબક્કે નરમાઇ જોવા મળી હતી. જોકે, પાછળથી બૅન્કો અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં ભારે ખરીદી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો આગળ વધ્યો હતો.
એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એનટીપીસી, નેસ્લે અને હિંદુસ્તાન યુનિલીવર ટોપ ગેઇનર બન્યા હતા. ટીસીએસના ૧.૭૫ ટકાના કડાકા પાછળ એચસીએલ ટેક, ઇન્ફોસિસ અને વિપ્રો પણ ગબડ્યા હતા. કંપની બોર્ડે ટ્રાન્સમિશન પ્રોજેકટમાં રૂ. ૬૫૬ કરોડનું રોકાણ કર્યા બાદ પાવરગ્રીડમાં કરંટ જોવા મળ્યો હતો. નવા મેનેજિંગ ડિરેકટર દ્વારા મેનેજમેન્ટમાં નવા ફેરફાર બાદ કોટક મહિન્દ્રા બેન્કમાં સુધારો હતો. ઓર્ચીડ સાઇબરટેકમાં ૩.૨૭ મિલિયન ડોલરમાં ૧૦૦ ટકા સ્ટેક લેનાર ટેક મહિન્દ્રામાં સુધારો હતો.
ફ્લેક્સિબલ પેકેજિંગ સોલ્યુશન્સની અગ્રણી કંપની પૂર્વ ફ્લેક્સીપેક લિમિટેડ ૨૭ ફેબ્રુઆરીએ ઇનિશિયલ પબ્લિક ઑફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની આ આઇપીઓના માધ્યમથી અપર બેન્ડ પ્રાઇસ પર રૂ. ૪૦.૨૧ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે અને તેના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૦થી રૂ. ૭૧ નક્કી થઇ છે, માર્કેટ લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરનો છે. એન્કર પોર્શન માટે બિડિંગ ૨૬ ફેબ્રુઆરીએ ખુલશે અને ઇશ્યુ ૨૯ ફેબ્રુઆરીએ બંધ થશે. ઇશ્યુ માટે બુક રનિંગ લીડ મેનેજર હોલાની ક્ધસલ્ટન્ટ્સ છે. ઇશ્યુના રજીસ્ટ્રાર લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા છે.
ઝી અને સોની ભાંગી પડેલા મર્જરને ફરી સાંધવા પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ઝીલના શેરમાં આઠ ટકાનો ઉછાળો હતો. ગ્લોબલ એનર્જી ડ્રીંક બ્રાન્ડ હેલ એનર્જીએ માર્કેટિંગ સ્ટ્રેટેજી અંતર્ગત જાણીતા ક્રિકેટર શાદુલ ઠાકૂર સાથે મીટ એન્ડ ગ્રીટ ક્રિકેટ ફ્રેન્ઝીનું આયોજન કર્યુ હતું. સંપૂર્ણપણે એઆઇ દ્વારા સંચાલિત વિશ્ર્વની એકમાત્ર એનર્જી ડ્રીન્ક બ્રાન્ડ બલ્ગેરિયા, હંગેરી, રોમાનીયા, બોસનીઆ, સ્લોવાકિયા, ક્રોએશિયા, ગ્રીસ અને સાઇપ્રસમાં માર્કેટ લીડર છે અને ૫૦થી વધુ દેશમાં હાજરી ધરાવ છે.
પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રિય પ્રધાન સર્બનંદા સોનોવાલે ઉત્તરપૂર્વ ભારતમાં જળમાર્ગના વિકાસ માટેના રૂ. ૩૦૮ કરોડના મોટા પ્રોજેકટની જાહેરાત કરી છે. આ ઉપરંત તેમણે દીબ્રુગઢ ખાતે પેસેન્જર કમ કાર્ગો ટર્મિનલ અને ત્રીપુરા ખાતે સોનામુરા ખાતે ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતની અગ્રણી પર્યાવરણીય ક્ધસલ્ટિંગ કંપનીઓમાંની એક ટેકનોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વિવિધ આંતરિક વાતાવરણમાં હવાની ગુણવત્તાના મૂલ્યાંકન માટે નવો વર્ક ઓર્ડર પ્રાપ્ત કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને, વંચિત રહેલા વિસ્તારો અને નકારાત્મક રીતે અસરગ્રસ્ત વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, અભ્યાસનો ઉદ્દેશ એલઓએની તારીખથી ૧૫ મહિનાના કરાર સમયગાળા સાથે ઇન્ડોર એર ક્વોલિટી સુધારવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ ઘડવાનો છે. પેટીએમના શેરમાં સતત ત્રીજા સત્રમાં પાંચ ટકાની ઉપસી સર્કિટ જોવા મળી હતી. પેટીએમ સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે શરૂ કરેલી તમાસમાં ફેમાના નિયમ ભંગના કોઇ પુરાવા ના મળ્યાં હોવા સાથે તે એક્સિસ બેન્ક સાથે મળીને તેની સેવા ચાલુ રાખી શકશે એવા અહેવાલોની વચ્ચે તેના શેરમાં ઉપલી સર્કિટ સતત ત્રીજા સત્રમાં જોવા મળી હતી.
સેક્ટરલ ધોરણે નિફ્ટી મીડિયા સૌથી વધુ ૨.૨૭ ટકા વધ્યો હતો. નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી બેન્ક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસે એક-એક ટકાથી વધુના વધારા સાથે અનુસર્યા હતા. નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટો લગભગ એક-એક ટકા ઘટ્યા હતા.
પાવર ગ્રીડ ૪.૩૬ ટકાના સૌથી વધુ ઉછાળા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર બન્યો હતો. એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એનટીપીસીમાં બે ટકાથી વધુનો વધારો થયો હતો. નિફ્ટી પેકમાં સૌથી વધુ ૩.૮૫ ટકાના કડાકા સાથે હીરો મોટોકોર્પ ટોપ લુઝર રહ્યો હતો. બજાજ ઓટો, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અન્ય લૂઝર્સ શેરોમાં સામેલ હતા. ઉ