Stock Market LIVE Updates: Sensexમાં 1,400 પોઈન્ટનો ઉછાળો: Nifty ફરી 22,000ની ઉપર | મુંબઈ સમાચાર

Sensexમાં 1,400 પોઈન્ટનો ઉછાળો: Nifty ફરી 22,000ની ઉપર

નિલેશ વાઘેલા
મુંબઇ: બજેટનાં દિવસે સાવ સુસ્ત રહેલા સેન્સેકસમાં આજે ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસ લગભગ ૧૪૦૦ના ઉછાળે ૭૩,૦૦૦ પાર કરી પાછો ફર્યો છે અને અત્યારે પણ લગભગ ૧૩૦૦ પોઇન્ટ ઊંચી સપાટીએ છે.


આ તરફ નિફ્ટીએ પણ ૨૨,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી લીધી છે. એશિયાના બજારોના સારા સંકેત સાથે સ્થાનિક સ્તરે રિલાયન્સ સહિતના ઇન્ડેક્સ હેવીવેટ શેરોમાં જોરદાર લેવાલી નીકળતા આ ઉછાળો આવ્યો છે.


આ તેજીમાં બજેટનું કોઈ ખાસ યોગદાન નથી, પરંતુ તેજીને કારણે હવે કાલે સુસ્ત ને નિરસ લાગતા બજેટમાં આજે બજારને વિકાસ અને રાજકોષીય શિસ્તની વાતો પોઝિટિવ જણાઈ રહી છે.


વાસ્તવમાં વૈશ્વિક સંકેતો વધુ સારા છે, કારણ કે મધર માર્કેટ યુએસ સાવચેતીભર્યા ફેડ સંદેશથી ટૂંકી નિરાશા પછી યુએસ અર્થતંત્રમાં અનુકૂળ વલણોની પ્રશંસા કરી રહ્યું છે.


એ બાબત સ્પષ્ટ છે કે અમેરિકા સોફ્ટ લેન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે અને આગળ જતાં વ્યાજ દરમાં ઘટાડો આવી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં 103 અને યુએસ 10-વર્ષમાં 3.88% સુધીનું કરેક્શન વિદેશી ફંડોને વેચવાલીથી રોકી શકે છે.
બજારમાં નજીકના ગાળાના જોખમ એ ઉચ્ચ મૂલ્યાંકન છે જે કેટલાક નકારાત્મક સમાચારો પર કરેક્શન લાવી શકે છે. નજીકના ગાળામાં ઉચ્ચ અસ્થિરતાની અપેક્ષા છે.

Back to top button