આરબીઆઈ ઈફેક્ટ: નિફ્ટીએ પહેલી જ વાર વટાવી ૨૧,૦૦૦ની સપાટી
નિલેશ વાઘેલા
મુંબઇ: આઈટી શેરો અને ઈન્ડેક્સ હેવીવેઈટ એચડીએફસી બેંકના શેરમાં જોરદાર લેવાલી નીકળતા સેન્સેક્સ, નિફ્ટીએ શુક્રવારના વેપારમાં નવી વિક્રમી ઊંચી સપાટીએ આગળ વધવાનું શરૂ કર્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ પહેલી જ વાર 21,000ની સપાટી પાર કરી ગયો છે.
અલબત્ત આ લખાઈ રહ્યું છે ત્યારે નિફ્ટી ૨૧૦૦૦ની નીચે સરી ગયો છે, પરંતુ આ શિખર સર કરવાની કોશિશ જારી છે, તેમ જ બેન્ચમાર્ક ઉક્ત સ્તરથી એટલો નિકટ છે કે આજે તે આ સપાટી પાર ના કરે તો જ નવાઈ છે! આરબીઆઈના રેપો રેટ યથાવત રાખવાના અપેક્ષિત નિર્ણયની બજારના માનસ પર એકંદર સકારાત્મક અસર જોવા મળી છે.
સેન્ટિમેન્ટ એટલું જોરદાર હતું કે નબળા એશિયન સંકેતોની રોકાણકારોએ સદંતર અવગણના કરી હતી. ક્રૂડના નબળા ભાવ અને યુએસ શેરબજારમાં આવેલા સુધારાને કારણે સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
બજાર નજીકના ગાળામાં રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે.
રેલીનો આગલો તબક્કો શરૂ થાય તે પહેલાં વર્તમાન સ્તરોની આસપાસ કોન્સોલિડેેશન શક્યતા છે. અંડરકરન્ટ્સ કમાણીના વર્તમાન વલણને ટકાવી રાખવા માટે સક્ષમ મજબૂત અર્થતંત્ર સૂચવે છે. નાણાકીય વર્ષ 25માં વૃદ્ધિ. પાવર ડિમાન્ડ, હાઉસિંગ ડિમાન્ડ, ક્રેડિટ ગ્રોથ અને ગ્રામીણ માગના પુનરુત્થાન જેવા અગ્રણી સૂચકાંકો એક સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થા સૂચવે છે જે બજારને ઉત્સાહિત રાખી શકે છે,
ક્રૂડમાં ઘટાડો પેઇન્ટ્સ, ટાયર અને એવિએશન માટે સકારાત્મક છે જ્યાં માંગ સતત વધી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે, તમામ સેક્ટરમાં ઊંચા કામકાજ થઇ રહ્યા હતા.
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો…
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો...