
મુંબઈ: આજે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજાર (India Stock Market)માં ઓપનીંગ સાથે જ મોટો કડાકો નોંધાયો. આજે શરૂઆતના કારોબારમાં ભારતીય શેર બજારના બંને મુખ્ય ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 410 પોઈન્ટના ઘટાડા સાથે 74,201 ના સ્તરે ખુલ્યો. ખુલ્યા પછી, થોડીવારમાં જ સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો.
Also read: આજે ફરી શેરબજારની રેડ સિગ્નલમાં શરૂઆત, આ શેરોની સારી શરૂઆત
નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી આજે 111 પોઈન્ટ ઘટીને 22433 પર ખુલ્યો, ત્યાર બાદ થોડીવારમાં નિફ્ટી 200થી વધી પોઈન્ટ્સ તુટ્યો, સેન્સેક્સના તમામ 30 શેર રેડ સિગ્નલમાં નિશાનમાં છે. નિફ્ટીના ટોચના લુઝર્સ ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો અને ટાટા સ્ટીલના શેર્સ મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. જયારે કોલ ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ અને ગ્રાસિમમાં વધારો નોંધાયો છે.