શેર બજાર

નિફ્ટીમાં ફરી નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો અને અંતે ૨૨,૧૦૦ની નીચે સરકી ગયો, સેન્સેક્સ ૪૩૪ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજાર માટે બુધવારનો દિવસ પણ એક રીતે ઐતિહાસિક બન્યો હતો. પીએસયુ બેંકો અને ઓટો શેરોની તેજીના દમ પર નિફ્ટીએ પહેલીવાર ૨૨,૨૪૮ના વિક્રમી ઊંચા લેવલ સાથે સત્રની શરૂઆત કરી હતી. બૅન્ક શેરોમાં પણ સારી લેવાલી હતી, જોકે આઈટી અને મીડિયા શેરમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને રિયલ્ટી, પીએસયુ બેન્કોના શેરોમાં સારી લેવાલી જળવાઇ હતી.
બુધવારના સત્ર દરમિયાન સેન્સેક્સ લગભગ મક્કમ રહ્યો હતો પરંતુ અંતે તે ૪૩૪.૩૧ પોઇન્ટ અથવા તો ૦.૫૯ ટકાના ઘટાડા સાથે ૭૨૫,૬૨૩.૦૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક પાછલા બંધ સામે ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૭૨,૪૫૦.૫૬ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી તેની ૨૨,૧૯૬.૯૫ પોઇન્ટની લાઇફટાઇમ હાઇ સપાટી સામે ૦.૬૪ ટકા અથવા તો ૧૪૧.૯૦ પોઇન્ટ ઘટીને ૨૨,૦૫૫.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. આ રીતે છ સત્રની આગેકૂચને બ્રેક લાગી હતી, જોકે બેન્ચમાર્કે ૨૨,૦૦૦ની સપાટી ટકાવી રાખી છે.
વ્યાપક બજારોમાં સારી વેચવાલી રહી હોવાથી નિફ્ટી મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ-૧૦૦ ઇન્ડેક્સ, પ્રત્યેકમાં એક ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. બજારનો અંડરટોન નરમ હતો. સેન્સેક્સના ત્રીસમાંથી ૨૦ શેર રેડ ઝોનમાં ગબડ્યા હતા, જ્યારે નિફટીના પચાસમાંથી ૩૭ શેર નેગેટીવ ઝોનમાં સરકયા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રો રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયા હતા. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ ટોપ સેક્ટરલ આ સત્રમાં ચાર ટકાથી વધુ કડાકા સાથે ટોપ લેગાર્ડ સેકટર બન્યું હતું.
એનટીપીસી ૨.૭૧ ટકાના કડાકા સાથે સેન્સેક્સના પેકમાં સૌથી મોટો ઘટનાર શેર બન્યો હતો. ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં પાવરગ્રીડ કોર્પોરેશન, વિપ્રો, એચસીેલ ટેક, લાર્સન એન્ડ ટૂબ્રો અને ટેક મહિન્દ્રાનો સમાવેશ હતો. આનાથી વિપરીત ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બેન્ક પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ ૧.૯૯ ટકા અને એસબીઆઇ ૧.૫૧ ટકા ઊછળ્યો હતો.
બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી-૫૦એ પ્રારંભિક કામકાજમાં ૨૨,૨૪૯.૪૦ પોઇન્ટની નવી ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા પછી સ્થાનિક બજારોમાં પ્રોફિટ બુકિંગે જોર પકડતા ગબડવાનું શરૂ કર્યું હતું. રોકાણકારો દ્વારા બ્રોડ બેઝ્ડ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને વોલેટિલિટી થોડી ઓછી થઈ હતી. જોકે, વિશ્ર્લેષકો અપેક્ષા રાખે છે કે ચૂંટણી વર્ષમાં મોસમી કરેક્શનનો લગભગ અંત આવ્યો હોવાથી નિફ્ટી આગામી સપ્તાહોમાં ૨૨,૭૦૦ પોઇન્ટ સુધી આગળ વધી શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, નિફ્ટી આગામી સપ્તાહોમાં ૨૨,૭૦૦ સુધી પહોંચશે, કારણ કે ચૂંટણી વર્ષમાં મોસમી કરેક્શન પરિપક્વતા સુધી પહોંચે છે. ઐતિહાસિક રીતે, ચૂંટણી વર્ષનો ઇન્ડેક્સ ફેબ્રુઆરી અથવા માર્ચમાં બોટમ આઉટ થઈ જાય છે અને ત્યારબાદ ચૂંટણી પૂર્વેની રેલી આવે છે. આ જ કારણે અફડાતફડી અને અસ્થિરતાનો સામનો કરવો પડે છે. જોકે, તેનું નેગેટિવ અર્થઘટન ન કરવું જોઈએ અને તેના બદલે રોકાણકારોએ ઘટાડે લેવાલીની વ્યૂહરચનાનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રક્રિયામાં, ૨૧,૬૦૦ની આસપાસ મજબૂત સપોર્ટ લેવલ જણાઇ રહ્યું છે. વૈશ્ર્વિક સ્તરે રોકાણકારો દ્વારા એફઓએમસીની મિનિટસ પર આતુરતાપૂર્વક નજર રાખવામાં આવશે. બજારો પ્રથમ રેટ કટના સમય સંબંધિત કોઈપણ સંકેતો પર ચાંપતી નજર રાખશે, જે નિરિક્ષકોે હવે મે મહિનામાં આવવાની અપેક્ષા રાખે છે. સીએમઇ ફેડ-વોચ ટૂલ મુજબ, માર્ચમાં ફેડરલની રેટ કટની અપેક્ષાઓ ઘટીને ૮.૫ ટકા થઈ ગઈ છે અને મેમાં રેટ કટની સંભાવનાઓ એક દિવસ પહેલા ૨૮ ટકાની સામે વધીને ૩૩ ટકા થઈ ગઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave