આમચી મુંબઈશેર બજાર

નિફ્ટી ૧૮,૩૫૦ની નીચે સરક્યો; મીડિયા શેરોમાં મોટી વેચવાલી

Nifty drifted below 19,350 mark

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:વૈશ્વિક બજારોમાં નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત પ્રવાહને કારણે શુક્રવારે પ્રારંભિક સત્રમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોમાં ઘટાડો થયો હતો.


નિફ્ટી ૧૮,૩૫૦ની નીચે સરકી ગયો હતો. ખાસ કરીને મીડિયા અને આઇટી શેરોમાં મોટી વેચવાલી જોવા મળી હતી.
સેન્સેક્સ કંપનીઓમાં, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, મારુતિ, ટાટા મોટર્સ અને નેસ્લે મુખ્ય ઘટનારા શેર હતા.


જ્યારે બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા અને એનટીપીસીના શેર ટોપ ગેનર્સમાં સામેલ હતા.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા હતા.


એક્સચેન્જ ડેટા અનુસાર. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 1,712.33 કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. એફઆઈઆઈએ સતત વેચાણ ચાલુ રાખ્યું હોવાથી ચિંતા વધી રહી છે, જે સંભવિતપણે નિફ્ટીના સકારાત્મક દૃષ્ટિકોણને જોખમમાં મૂકે છે. વધુમાં, જેરોમ પોવેલ (ફેડરલ રિઝર્વ ચેર)ની બેફામ ટિપ્પણી, સતત ફુગાવાના પ્રતિભાવમાં વ્યાજદરમાં વધુ વધારાની શક્યતાનો સંકેત માર્કેટમાં નેગેટિવ સંકેત આપે છે.


વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.34 ટકા વધીને 80.28 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ગુરુવારે BSE બેન્ચમાર્ક 143.41 પોઈન્ટ અથવા 0.22 ટકા ઘટીને 64,832.20 પર સેટલ થયો હતો. નિફ્ટી 48.20 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 19,395.30 પર આવી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker