નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર થોડી પીછેહઠ બાદ આજના સત્રમાં ફરી તેજીના મૂડમાં આવી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આઇટી અને કન્ઝ્યુમર શેરોમાં તેજીને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે તાજી રેકોર્ડ ઊંચાઈએ ચઢ્યા હતા, સેન્સેક્સ 400 પોઈન્ટ જેટલો વધીને 71,800ની સપાટીએ જ્યારે નિફ્ટી50 21,550ની ટોચે પહોંચ્યો હતો.
નિફ્ટી આઇટી અને નિફ્ટી એફ એમસીજી સૂચકાંકો પ્રત્યેક 1% ની સાથે, તમામ ક્ષેત્રીય સૂચકાંકો સકારાત્મક વલણ સાથે આગળ વધી રહ્યા છે. મૂડીબજારમાં પણ તેજી છે. DOMS industry ૭૭% પ્રીમિયમ પર લિસ્ટેડ થયો છે, જ્યારે ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સના શેર 26% પ્રીમિયમ પર મુકાયા છે.
ક્રિસમસ ની રજાઓ ઝડપથી નજીક આવી રહી છે તેમ છતાં બજાર રજાના મૂડમાં નથી. તે સ્થિર થઈ રહ્યું છે, પરંતુ ઉચ્ચ સ્તરે! મધર માર્કેટ યુએસમાં સતત વધારો જોવા મળ્યો છે અને ડાઉજોન્સ નવો વિક્રમી ઊંચી સપાટી વટાવતો રહ્યો છે.
મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેલ્યુએશન વધુ પડતું છે. આ વેલ્યુએશન પર મિડ અને સ્મોલ કેપ્સનો પીછો કરવો જોખમી છે. આગળ જતાં, લાર્જ-કેપ્સ આઉટપરફોર્મ કરે તેવી શક્યતા છે. જો તેઓ ન કરે તો પણ, સલામતી તેમાં જ છે. રોકાણકારોએ આશાવાદના આ સમયમાં સલામતીને મહત્વ આપવું જોઈએ.
યુએસમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાનો અર્થ છે કે FII ભારતીય શેરોની ખરીદી ચાલુ રાખશે.
Taboola Feed