નિલેશ વાઘેલા
મુંબઇ: મુંબઇ સમાચારે સોમવારે ફોરકાસ્ટ કોલમમાં કરેલી આગાહી મુજબ શેરબજારે સપ્તાહના બીજા જ સત્રમાં સુસ્તી ખંખેરી છે. શેરબજારમાં હાલ દેવદિવાળી જેવો માહોલ જામ્યો છે.
સોમવારે ગુરુનાનક જયંતિ નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ આજે બજારે ઉછાળો માર્યો છે અને નિફ્ટીએ ૨૦,૦૦૦ ની સપાટી પુનઃ હાસલ કરી છે.
એફઆઈઆઈની ફરી શરૂ થયેલી લેવાલી, ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો, યુએસ બોન્ડની યિલ્ડમાં ઘટાડા સહિત તેજી માટેના અનેક પરિબળો એકત્ર થતા રોકાણકારોના વાઘેલા વિશ્વાસ વચ્ચે સેન્સેકસ અને નિફ્ટી આગેકૂચ કરી રહ્યા છે.
તમામ સેક્ટર ઇન્ડેક્સ માં સુધારો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઈલ અને ગેસ અને પાવર એકાદ ટકા ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ દરેક 0.5 ટકા ઉપર છે.
અદાણી પાવર, એચડીએફસી બેંક, ઝોમેટો, અદાણી ટોટલ ગેસ અને અદાણી એન્ટરપ્રાઈઝ NSE પર સૌથી વધુ સક્રિય શેર્સમાં સામેલ છે.
હાલ બજારને ખલેલ પહોંચાડી શકે એવા આંતરરાષ્ટ્રીય પરિબળો શાંત છે, ત્યારે બજારના સહભાગીઓ ક્રૂડ ઓઇલના ભાવ, યુએસ બોન્ડની ઉપજ અને ડોલર ઇન્ડેક્સની ગતિવિધિઓ પર નજર રાખશે. સૌથી મહત્ત્વની બાબતમાં રોકાણકારો એક્ઝિટ પોલ પર પણ ચાંપતી નજર રાખશે.
Taboola Feed