શેર બજાર

શૅરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ નવા શિખરે, નિફ્ટીએ ૨૩ સત્રમાં હાંસલ કર્યો ૨૪,૦૦૦નો આંક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારમાં એકંદરે નરમાઇનો ટોન રહ્યો હોવા છતાં ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે આગેકૂચ જાળવી રાખતાં નવી લાઇફટાઇમ ઊંચી સપાટી નોંધાવી છે. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૯,૦૦૦ની સપાટી પાર કરી છે, જ્યારે નિફ્ટીએ ૨૩ સત્રમાં ૨૪,૦૦૦નું શિખર સર કર્યું છે. માર્કેટ કેપ પણ રૂ. ૪૩૮.૪૧ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે.

હેવીવેઇટ બ્લુચિપ્સ શેરોની લેવાલી વચ્ચે ગુરુવારે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા શેરોમાં લેવાલીનો પર્યાપ્ત ટેકો મળતાં નિફ્ટીને સત્રના પૂર્વાર્ધમાં જ સત્ર દરમિયાન ૨૪,૦૦૦નો માઇલસ્ટોન વટાવવામાં સફળતા મળી હતી. એ જ રીતે, ૪૦૦ પોઈન્ટના ઉછાળાને પગલે સેન્સેક્સે પણ નવા રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ૭૯,૦૦૦ની સપાટી વટાવી હતી. જોકે, ઊંચે મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં બંને બેન્ચમાર્ક તેમની ઉપરોક્ત સર્વોચ્ચ સપાટીથી સહેજ પાછાં ફર્યા હતા. એ વાત નોંધવી રહી કે, એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ માટે ૨૩,૦૦૦થી ૨૪,૦૦૦ પોઇન્ટ સુધીનો તાજેતરનો ૧,૦૦૦ પોઈન્ટનો વધારો એ અત્યાર સુધીનો બીજો સૌથી ઝડપી વધારો છે. નિફ્ટીએ ૧,૦૦૦ પોઈન્ટની આગેકૂચ માટે ૨૩ સત્રનો સમય લીધો છે.

સત્ર દરમિયાન ૭૨૧.૭૮ પોઇન્ટ અથવા તો ૦.૯૧ ટકાના ઉછાળા સાથે ૭૯,૩૯૬.૦૩ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવ્યા બાદ અંતે સેન્સેક્સ ૫૬૮.૯૩ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકાના સુધારા સાથે ૭૯,૨૪૩.૧૮ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ સત્ર દરમિયાન ૨૧૮.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૯૧ ટકાના ઉછાળા સાથે ૨૪,૦૮૭.૪૫ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવીને અંતે ૧૭૫.૭૦ ૦.૭૪ ટકા અથવા તો ૨૪,૦૪૪.૫૦ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો.

સેન્સેક્સના શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ પાંચેક ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં ઉછાળા આવતા બેન્ચમાર્ક માટે આગળ વધવું સરળ બન્યું હતું. અન્ય ગેઇનર્સમાં એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક અને ટેક મહિન્દ્રાનો સમાવેશ હતો. ટોપ લુઝર્સ શેરોમાં લાર્સન, સન ફાર્મા, નેસ્લે, એચડીએફસી બેન્ક અને મારૂતિનો સમાવેશ હતો
ઈન્ડિયા સિમેન્ટમાં ૨૩ ટકા હિસ્સો ખરીદ્યા હોવાના અહેવાલની ચર્ચા બાદ અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં પાંચ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. હેવીવેઇટ રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કનો નિફ્ટીના ઉછાળામાં સૌથી મોટો ફાળો હતો. વોલમાર્ટ વૃદ્ધિ અંતર્ગત ૫૦,૦૦૦ એમએસએમઇને તાલીમ આપવામાં આવી છે.

મયંક કેટલ ફૂડ લિમિટેડ તેની પેટાકંપની નેનોજેન એગ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પચાસ નવી નિયુક્ત ફ્રેન્ચાઇઝીસ દ્વારા તેની માર્કેટિંગ વિસ્તરણ હાથ ધરશે. નેનોજેન એગ્રોકેમ એગ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સના વ્યવસાયમાં છે. નેનોજેનની વિવિધ વ્યવસાયિક કામગીરી આ ફ્રેન્ચાઇઝીસ દ્વારા હાથ ધરવામાં આવશે. ફ્રેન્ચાઇઝી દ્વારા વિવિધ વ્યવસાયિક કામકાજો હાથ ધરવામાં આવશે. મયંક કેટલ ફૂડ લિમિટેડ ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવતી અગ્રણી તેલ કંપની છે.

શેરબજારમાં તેજીનો દોર ચાલુ રહ્યો છે. ગુરુવારે સેન્સેક્સ તેના અગાઉના ૭૮,૬૭૪.૨૫ના બંધની સરખામણીએ નજીવા ઘટાડા સાથે ૭૮,૭૫૮.૬૭ના સ્તરે ખૂલ્યો હતો પરંતુ થોડો સમય બાદ શેરબજારમાં તેજી જોવા મળી હતી અને ૧૫૦થી વધુનો ઉછાળો આવ્યો હતો અને તે પ્રથમ વખત ૭૯,૦૦૦ના સ્તરને પાર કરતો ૭૯,૦૩૩.૯૧ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો હતો.

સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ પાછલા ટ્રેડિંગ દિવસના બંધ ૨૩,૮૬૮.૮૦થી થોડા વધારા સાથે ૨૩,૮૮૧.૫૫ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ પછી અચાનક તે ૨૩,૯૭૪.૭૦ની નવી ટોચે પહોંચ્યો હતો.બેન્ક નિફ્ટી પ્રથમ વખત ૫૩,૧૮૦.૭૫ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શી ગયો છે અને બજારમાં બેંન્કિંગ શેરોમાં તેજી જોવા મળી હતી.

એક્સચેન્જના માર્કેટ કેપિટલમાં પણ પ્રારંભિક સત્રમાં અફડાતફડી જોવા મળી હતી. બીસઇનું માર્કેટ કેપ ૪૩૭.૮૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. માર્કેટ ઓપનિંગ સમયે બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૪૩૭.૦૨ લાખ કરોડ હતું, પરંતુ ઓપનિંગના અડધા કલાકમાં જ તે ઘટીને ૪૩૮.૪૬ લાખ કરોડ પર આવી ગયું. બજાર ખુલ્યાના એક કલાક પછી એટલે કે સવારે ૧૦.૧૨ વાગ્યે આ માર્કેટકેપ રૂ. ૪૩૯.૦૭ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યુ હતું. સવારના સત્રમાં ટ્રેડ થયેલા ૩૨૯૬ શેરોમાંથી ૨૦૬૦ શેરમાં વધારો અને ૧૧૨૨ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બેન્ચમાર્ક શેરઆંકોએ બુલિશ મોમેન્ટમ દર્શાવ્યું હતું, જે આઇટી સેક્ટરમાં અપેક્ષિત પુનરુત્થાન અને સિમેન્ટ ઉદ્યોગમાં કોન્સોલિડેશન દ્વારા ઉત્સાહિત છે. જોકે, વેલ્યુએશનની ચિંતાઓ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે એફઆઇઆઇના વેચાણને કારણે વ્યાપક બજારમાંસાઇડલાઇન મુવમેન્ટ જોવા મળી હતી, એમ જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.

એક અન્ય ટોચના એનાલિસ્ટે કહ્યું હતું કે, બજારોએ સતત ચોથા સત્રમાં સકારાત્મક વેપાર કર્યો છે અને, વર્તમાન અપટ્રેન્ડને ચાલુ રાખીને અડધા ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે. ફ્લેટ શરૂઆત પછી નિફ્ટીએ અસ્થિરતા વચ્ચે ઉંચી સપાટી મેળવી અને ૨૪,૦૦૦ના નવા માઈલસ્ટોનને પાર કર્યો. મોટા ભાગના ક્ષેત્રો આ હલચલ સાથે જોડાયેલા છે, જેમાં ટોચના લાભાર્થીઓમાં આઇટી અને એનર્જી શેરો છે. બ્રોડર માર્કેટમાં, મિડકેપ ગેજ ૦.૧૭ ટકા ચઢ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫૭ ટકા ઘટ્યો હતો.

સૂચકાંકોમાં પાવર ૧.૭૪ ટકા, ઈંઝ ૧.૬૫ ટકા, જ્યારે ટેક (૧.૫૯ ટકા), યુટિલિટીઝ (૧.૨૯ ટકા), ટેલિકોમ્યુનિકેશન (૧.૧૮ ટકા), કોમોડિટીઝ (૦.૮૨ ટકા) અને ઓટો (૦.૭૦ ટકા) ) પણ અદ્યતન.

નાણાકીય સેવાઓ, ઉદ્યોગો, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સ ગબડ્યા હતા. બ્રોડર ઇન્ડેક્સે મિશ્ર પરિણામો દર્શાવ્યા હતા કારણ કે મિડકેપ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ ઘટ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો