નેશનલ સ્ટોક એક્સચેન્જ પર દરરોજ થાય છે 17 લાખ સાયબર એટેક, જાણો કેવી રીતે રહે છે સુરક્ષિત | મુંબઈ સમાચાર
શેર બજાર

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર દરરોજ થાય છે 17 લાખ સાયબર એટેક, જાણો કેવી રીતે રહે છે સુરક્ષિત

મુંબઈ : દેશમાં શેરબજાર સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર દરરોજ આશરે 17 લાખ સાયબર એટેક થાય છે. જોકે, સાયબર એટેકને ખાળવા માટે એક મજબુત સાયબર એક્સપર્ટ ટીમ સતત કાર્યરત રહે છે. જયારે ઓપરેશન સિંદૂર દરમિયાન, એનએસઈ એ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 40 લાખ સાયબર એટેકનો સામનો કરવો પડ્યો હતો.

સાયબર સુરક્ષા કેન્દ્રો પરની ટેક ટીમો સતત સક્રિય

આ અંગે એનએસએઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એક્સચેન્જ પર દરરોજ લાખો સાયબર એટેક થાય છે. જોકે, અમારી ટેકનિકલ ટીમો તેમની સિસ્ટમ્સ અને ટેકનિકલ સોફ્ટવેરનો ઉપયોગ કરીને, ચોવીસ કલાક આ હુમલાઓનો સામનો કરે છે. તેમણે ઉમેર્યું હતું કે સાયબર એટેકની સંખ્યા દરરોજ 15 લાખથી 17 લાખની વચ્ચે હોય છે, જે ટીમો અને સિસ્ટમ્સ માટે કાર્યને અત્યંત પડકારજનક બનાવે છે. જયારે બંને સાયબર સુરક્ષા કેન્દ્રો પરની ટેક ટીમો સતત સક્રિય છે અને નાણાકીય બજારના માળખા પર મોટા પાયે હુમલાઓને નિષ્ક્રિય કરવા અને અટકાવવા માટે અદ્યતન સોફ્ટવેરથી સજ્જ છે.

આ પણ વાંચો: હવે વીજળીના ભાવ પણ બજાર નક્કી કરશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરશે ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ

તાત્કાલિક ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, સાયબર સેફટી માટે જયારે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થતાં જ તાત્કાલિક ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે. તેમજ સુરક્ષા પ્રણાલીઓમાં ઇમેઇલ,આઉટડોર ડેટા, પેન ડ્રાઇવ અને ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS)એટેક સામે રક્ષણ માટે કડક પ્રોટોકોલનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું . તેમણે સમજાવ્યું કે DDoS એટેકથી સર્વરમાં ટ્રાફિક વઘારે થાય છે જેના કારણે તે ક્રેશ થાય છે અથવા યુઝર્સ તેના સુધી નથી પહોંચી શકતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button