મુંબઇ : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે કરેલા વ્યાજ દરના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર(Stock Market) મામૂલી વધારા સાથે ખુલ્યું હતું. પરંતુ શરૂઆતના ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે 70 પોઈન્ટના વધારા સાથે 79,611 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં 132 પોઇન્ટના ઘટાડા સાથે 79,412 પર ટ્રેડ થતો જોવા મળ્યો
હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર વધારા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા અને 19 શેર ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી 63 પોઇન્ટના ઘટાડા સાથે 24,136 પોઇન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 16 શેર વધારા સાથે અને 34 શેર ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે.
શેરબજારમાં સવારમાં સૌથી વધુ ઘટાડો રિલાયન્સ અને ટાટા મોટર્સના શેરમાં જોવા મળ્યો હતો. મારુતિના શેરમાં પણ સવારે 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીની 11 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ છે. જ્યારે 5 કંપનીઓ 52
સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહી છે.
આ પણ વાંચો…..‘એક મહિનામાં મારી નાખવામાં આવશે….’ મુંબઈ પોલીસને સલમાનના નામે ફરી ધમકી મળી
સેન્સેક્સના શેરોનું અપડેટ
હાલ, સેન્સેક્સમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, સન ફાર્મા, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક અને નેસ્લે સૌથી વધુ વધતા શેરો છે. ઘટતા શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 1 ટકા અને ટાટા મોટર્સ 0.95 ટકા ઘટાડો છે. આઇસીઆઈસીઆઇ બેન્ક, મારુતિ, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેન્ક પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.