Stock Market: સાડા ત્રણ વર્ષમાં 2000 ટકા વધ્યો આ કંપનીના શેરનો ભાવ , કંપનીએ જણાવ્યું આ કારણ…
મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market) સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે આ દરમ્યાન મેટલ સેક્ટરની એક નાની કંપનીના શેર ચર્ચામાં છે. આ શેરે તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં શેરના ભાવમાં 2000 ટકાથી વધુનો વધારો થયો છે.
આ પણ વાંચો : Stock Market : 7821 કરોડનું ડિવિડન્ડ આપશે આ કંપની, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી મંજૂરી
એક મહિનામાં 36 ટકાનો વધારો
આ શેર સ્મોલ કેપ કેટેગરીની મેટલ કંપની ગુડલક ઈન્ડિયાનો છે. જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે પણ આ મેટલ સ્ટોકમાં તેજી જોવા મળી. શુક્રવારે ગુડલક ઈન્ડિયાનો શેર 2.17 ટકાના વધારા સાથે રૂપિયા 1,222 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ સ્ટોક લગભગ 36 ટકા વધ્યો છે.
આ પણ વાંચો : Stock Market : પાંચ દિવસમાં 47,000 કરોડની કમાણી, આ કંપનીએ અંબાણી- અદાણીને પણ પાછળ મૂક્યા, જાણો કોણ છે આ કંપનીના માલિક
મલ્ટિબેગર શેરે આખા વર્ષ દરમિયાન રિટર્ન આપ્યું
થોડો સમય મંદી રહ્યા બાદ છેલ્લા એક મહિનાથી આ સ્ટોક ફરી વેગ પકડી રહ્યો છે. તે પહેલા મંદીના કારણે આ સ્ટોકનું વળતર છેલ્લા 6 મહિનામાં 33 ટકા અને આ વર્ષની શરૂઆતથી માંડ 22 ટકા આવ્યું છે. જો છેલ્લા એક વર્ષ પર નજર કરીએ તો આ સ્ટોકમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં 108 ટકાનો વધારો થયો છે. એટલે કે આખા વર્ષ દરમિયાન સ્ટોક મલ્ટિબેગર રહ્યો છે.
આ પણ વાંચો : Stock Market: શેરબજારમાં ત્રણ દિવસથી સતત ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ઘટવાના આ છે પાંચ કારણ
સાડા 3 વર્ષમાં 2,102 ટકા વળતર
માત્ર 2 વર્ષ પહેલા આ શેરની કિંમત 488 રૂપિયા હતી. એટલે કે છેલ્લા 2 વર્ષમાં શેરની કિંમત 150 ટકા વધી છે. છેલ્લા 3 વર્ષમાં શેર 306 રૂપિયાથી 300 ટકા વધ્યો છે. જ્યારે સાડા ત્રણ વર્ષમાં શેરનું વળતર 2000 ટકાથી વધુ થઈ જાય છે. 1 જાન્યુઆરી, 2021ના રોજ, ગુડલક ઈન્ડિયાના એક શેરની કિંમત માત્ર 55.50 રૂપિયા હતી. એટલે કે તે સમયથી અત્યાર સુધીમાં શેરના ભાવમાં 2,102 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો : દેશની 21 મોટી રિયલ એસ્ટેટ કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં 35,000 કરોડની સંપત્તિઓ વેચી
કંપનીના સીઈઓએ આ કારણ આપ્યું છે
કંપનીના સીઈઓ રામ અગ્રવાલનું કહેવું છે કે તેમની કંપની 2021થી R&D મોડમાં છે. કંપની જે પણ પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી હતી તે તમામ નવીન હતી. 2021 સુધી અમે જે પણ રોકાણ કર્યું છે તે અમારી ગતિને વેગ આપે છે. તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં તેમની કંપનીનો નફો 170 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો આશરે રૂપિયા 132 કરોડ હતો.