MRF Stock: શેરબજારના ‘બાહુબલી’ શેરનો ભાવ 52 અઠવાડિયાના તળિયે, બજારમાં કેમ થઈ ઉથલપાથલ?
મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા એક વર્ષમાં અને તેમાં પણ ખાસ કરીને દિવાળી ભારે ઉતાર -ચઢાવ જોવા મળ્યા છે. જેમાં એક સમયે શેરબજારમાં ઓલટાઈમ ફેવરિટ ગણાતા અનેક સ્ટોકની સ્થિતિ નબળી પડી છે. જેમાંથી એક સમયે બે દાયકા સુધી રોકાણકારોને ભરપૂર વળતર આપતો શેર એમઆરએફએ(MRF Stock)છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને નિરાશ કર્યા છે. જેમાં પણ મંગળવારે આ શેરનો ભાવ તેના 52 વીક લો પર આવતા રોકાણકારોને આંચકો લાગ્યો છે.
શેરના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો
જેમાં આ શેરની ચાલ પર નજર કરીએ તો સતત ઘટી રહેલો એમઆરએફ શેરનો ભાવ મંગળવારે ઘટીને 1,12, 400 રૂપિયાએ આવ્યો હતો. જે 52 વીક લો એટલે વર્ષનો સૌથી ઓછો ભાવ છે. જ્યારે આ શેરનો 52 વીક હાઇ ભાવ 1,51, 445 રૂપિયા હતો. એક વર્ષમાં શેરના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે માત્ર એક મહિનામાં શેરના ભાવમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એટલે ક શેરના ઓલ ટાઇમ હાઇના ભાવમાં રૂપિયા 40,000 નો ઘટાડો થયો છે.
પાંચ વર્ષમાં 60 ટકા રિર્ટન પણ આપ્યું
જોકે, આ શેરના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ ઓટોમોબાઈલ સેક્ટરનો નબળો ગ્રોથ છે. જેના લીધે સ્પેર પાર્ટસ અને અન્ય સંલગ્ન વસ્તુઓની માંગમાં ઘટાડો થયો છે. તેમજ છેલ્લા ચાર મહિનાથી બજાર પણ સતત ઘટી રહ્યું છે. જેના પગલે એમઆરએફનો માર્કેટ કેપ ઘટીને 48,000 કરોડ રૂપિયા થયો છે. જોકે, બીજી તરફ કંપનીએ રોકાનકારોને છેલ્લા પાંચ વર્ષમાં 60 ટકા રિર્ટન પણ આપ્યું છે.
1.50 લાખ રૂપિયાને પાર પહોંચ્યો હતો
જો આપણે એમઆરએફના શેરની વાત કરીએ તો બે દાયકા પૂર્વે 6 ઓગસ્ટ 2004ના રોજ એમઆરએફના શેરની કિંમત રૂપિયા 1548 રૂપિયા હતી. જે વધતાં વધતાં વર્ષ 2010 સુધીમાં તે રૂપિયા 5000ના લેવલને વટાવી ગઇ હતી. જ્યારે વર્ષ 2012માં તેનો ભાવ વધીને રૂપિયા 10,000 પહોંચ્યો હતો. જ્યારે વર્ષ 2015માં તે વિક્રમી સપાટીએ વધીને 44,922ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે તેની બાદ શેરના ભાવમાં સતત વધારો થતો ગયો અને વર્ષ 2024ના જાન્યુઆરી માસમાં તે પ્રથમ વાર 1.50 લાખ રૂપિયાને પાર પહોંચ્યો હતો. જે શેરનો ઓલટાઇમ હાઇ ભાવ હતો.
આ પણ વાંચો : Stock Market: ટ્રમ્પના શપથની શેરબજાર પર અસર! SENSEX-NIFTY માં મોટો ઘટાડો
દેશનો સૌથી મોંધો શેર એલસીડ ઇન્વેસ્ટમેન્ટ
તેમજ શેર સમયે એમઆરએફ દેશનો સૌથી મોંધો શેર માનવામાં આવતો હતો. જો કે હાલ તે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેનો ભાવ અત્યારે રૂપિયા 1,12, 400 એ પહોંચ્યો છે. જ્યારે હાલ પ્રથમ નંબરે એલસીડ ઇન્વેસ્ટમેન્ટનો શેર છે. જેનો ભાવ હાલ રૂપિયા 1, 37,010 રૂપિયા છે. જે દેશનો સૌથી મોંધો શેર છે.