ટોપ ન્યૂઝશેર બજાર

સેન્સેકસ અચાનક ઊંચી સપાટી સામે 700પોઇન્ટ નીચે ખાબક્યો

નિલેશ વાઘેલા

મુંબઇ: સંપૂર્ણ તેજીના માહોલમાં નવી વિક્રમી સપાટી સર કર્યા બાદ બપોરના સત્રમાં શેરબજારમાં એકાએક પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સ દિવસની ટોચથી 700 પોઈન્ટનીચી સપાટીએ ખાબક્યો હતો, જ્યારે નિફ્ટી 21,225ની નીચે સરકી ગયો હતો.


બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક ભારે વેચવાલી જોવા મળી હતી, જે ઓલ-ટાઇમ ઉચ્ચ સ્તરેથી પાછા ફર્યા હતા. વૈશ્વિક બજારનો મૂડ ઉત્સાહિત હોવા છતાં પણ વેચવાલી આવી હતી. આઇટી અને એફએમસીજી સૂચકાંકોને છોડીને, તમામ ક્ષેત્રોમાં પીછેહઠ જોવા મળી હતી.


બજારના નિષ્ણાતો અનુસાર બજારમાં કરેકશન ઘણા વખતથી તોળાઈ રહ્યું હતું અને પ્રોફીટ બુકિંગ આવકાર્ય છે. નિફ્ટી50 વિરુદ્ધ વ્યાપક બજારોમાં ઘટાડો વધુ સ્પષ્ટ હતો.


નોંધવું રહ્યું કે, આજના સત્રમાં શેરબજાર ફરી તેજીના મૂડમાં આવી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. આઇટી અને કન્ઝ્યુમર શેરોમાં તેજીને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે તાજી રેકોર્ડ ઊંચાઈએ ચઢ્યા હતા. ખુલતા સત્રમાં જ સેન્સેક્સ 400 પોઈન્ટ જેટલો વધીને 71,800ની સપાટીએ જ્યારે નિફ્ટી50 21,550ની ટોચે પહોંચ્યો હતો.


નિફ્ટી આઇટી અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકો પ્રત્યેકમાં એકાદ ટકાના સુધારા સાથે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. . મૂડીબજારમાં પણ તેજી હતી અને DOMS industry ૭૭% પ્રીમિયમ પર લિસ્ટેડ થયો છે, જ્યારે ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સના શેર 26% પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે.


ક્રિસમસની રજાઓ ઝડપથી નજીક આવી રહી હોવાથી બજાર કોંસોલિડેશન મોડમાં છે. બજારના પીઢ અનુભવીઓ એવી સલાહ આપી રહ્યા છે કે, મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેલ્યુએશન વધુ પડતું છે. આ વેલ્યુએશન પર મિડ અને સ્મોલ કેપ્સનો પીછો કરવો જોખમી છે. આગળ જતાં, લાર્જ-કેપ્સ આઉટપરફોર્મ કરે તેવી શક્યતા છે. જો તેઓ ન કરે તો પણ, સલામતી તેમાં જ છે. રોકાણકારોએ આશાવાદના આ સમયમાં સલામતીને મહત્વ આપવું જોઈએ.
યુએસમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાનો અર્થ છે કે FII ભારતીય શેરોની ખરીદી ચાલુ રાખશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો