નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં જબરી તેજીનો માહોલ જામ્યો છે. બંને બેન્ચ માર્ક નવા ઊંચા શિખર પર પહોંચ્યા છે.
BSE પર લિસ્ટેડ તમામ શેરોની માર્કેટ મૂડી લગભગ રૂ. 2.5 લાખ કરોડ વધીને રૂ. 372.92 લાખ કરોડ થઈ છે.
સેન્સેક્સ અને નિફ્ટીએ તેની અગાઉની સર્વકાલીન ઊંચી સપાટી તોડીને શુક્રવારે ભારતીય શેરબજારની તેજીમાં વધુ ગરમાંટો લાવવા સાથે નવા વર્ષે નવો વિક્રમ સ્થાપ્યો છે.
બપોરના સત્રમાં સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઉછળીને 72,589.35ની નવી ટોચે પહોંચ્યો હતો, જ્યારે હેવીવેઈટ્સ TCS અને ઈન્ફોસીસના ઉછાળાને પગલે નિફ્ટી 21,900ના સ્તરને પાર કરવા નજીક આવ્યો હતો. બજારના સાધનોએ જણાવ્યું હતું કે, હેવીવેઇટ્સ TCS અને ઇન્ફોસિસમાં ઉછાળાને પગલે સેન્સેક્સ અને નિફ્ટીએ આજે અગાઉના સર્વકાલીન ઉચ્ચ સ્તરને તોડ્યો હતો. વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને એસબીઆઈ અન્ય ટોપ ગેનર હતા. કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં, સ્ટોક રોકાણકારો રૂ. 7 લાખ કરોડથી વધુ સમૃદ્ધ બન્યા છે કારણ કે તમામ BSE-લિસ્ટેડ શેરોની કુલ માર્કેટ મૂડી વધીને રૂ. 372.92 લાખ કરોડ થઈ છે.
વિશ્વબજારમાં નિરસ સંકેત હોવા છતાં ખાસ કરીને ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ વચ્ચે આઇટી શેરોમાં લેવાલીનો મજબૂત ટેકો મળતાં શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો અને નિફ્ટી નવી વિક્રમી સપાટીએ સ્પર્શ્યો હતો. ખુલતા સત્રમાં જ સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી 21,848ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
બજારમાં ઇન્ફોસિસના નબળા પરિણામની નેગેટિવ અસર વર્તાઈ નથી! ઉલટાનું Q3 પરીણામ પછી ઇન્ફોસિસ 7% અને TCS 5% ઊછળ્યો હતો. બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી50 અને સેન્સેક્સે શુક્રવારના વેપારમાં IT હેવીવેઇટ્સ ઇન્ફોસીસ અને TCS પોસ્ટ Q3 શોમાં મજબૂત લાભો નોંધાવ્યા હતા. યમનમાં યુએસની હડતાલ વચ્ચે વૈશ્વિક બજારનો મૂડ નરમ હતો જેણે આજે તેલના ભાવમાં 2% થી વધુ વધારો કર્યો હતો. ક્ષેત્રીય રીતે, આઇટી ઇન્ડેક્સ આજે 3.5% વધ્યો.
માર્કેટ વિશ્લેષક અનુસાર ઇન્ફોસિસના ઇનલાઇન પરિણામો અને TCSના અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો સાથે, આઇટી શેરોમાં આજે સારી હલચલ જોવા મળશે. આઇટી શેરોમાં સ્થિતિસ્થાપકતા અને રિલાયન્સમાં મજબૂતી નિફ્ટીને 21600ના સ્તરની આસપાસ એકીકૃત થવામાં સક્ષમ બનાવશે. 16મી જાન્યુઆરીએ HDFC બેન્કના પરિણામો માટે બજાર ઉત્સુક રહેશે. બેંક નિફ્ટીની દિશાના સંકેતો પર બજાર ની ખાસ નજર રહેશે.