શેર બજાર

શેરબજાર બે મહિનાની ઊંચી સપાટીએ; નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચોમાસામાં વરસાદની ખાધ, વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી છતાં એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ શરૂ થયેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કે સતત છઠા દિવસે આગેકૂચ ચાલી રાખી હતી. બજાર બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યુ છે, જ્યારે સેન્સેક્સે ૩૩૩ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. વિશ્ર્વબજારની મંદીની ચિંતા ખંખેરીને નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર સ્થિર થયો છે.


હેલ્થકેર સિવાયના તમામ ક્ષેત્રોમાં લેવાલીના ટેકા સાથે આગળડ વધતાં સેન્સેક્સ ૩૩૩.૩૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકા વધીને ૬૬,૫૯૮.૯૧ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૯૨.૯૦ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકા વધીને ૧૯,૮૧૯.૯૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૫૦૧.૩૬ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના ઉછાળા સાથે ૬૬,૭૬૬.૯૨ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોચ્યો હતો.


નબળા વૈશ્ર્વિક સંકેતો હોવા છતાં બજાર સકારાત્મક ખુલ્યું અને દિવસ આગળ વધતા આગેકૂચ ચાલુ રાખી હતી. મધ્યસત્ર દરમિયાન નિફ્ટીએ તેલ અને ગેસ, કેપિટલ ગુડ્સ, પાવર અને રિયલ્ટી સેકટરના શેરોમાં થયેલા વધારાને કારણે ૧૯,૮૦૦ પોઇન્ટના નિર્ણાયક સ્તરને ફરીથી હાસલ કર્યો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ બે ટકા વધ્યા છે અને તેમની બે મહિનાની ટોચની નજીક પહોંચ્યા હતા.


કોલ ઈન્ડિયા, એનટીપીસી, બીપીસીએલ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો નિફ્ટીમાં ટોપ ગેનર્સ શેરોમાં સામેલ હતા. જ્યારે યુપીએલ, આઇશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, આઇટીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટનો ટોપ લુઝર્સ શેરોમાં સમાવેશ હતો. મૂડીજારમાં હલચલ ચાલુ રહી છે.


આરઆર કાબેલનું રૂ. ૧,૯૬૪ કરોડનું ભરણું ૧૩ સપ્ટેમ્બરે આવી રહ્યું છે. આ તરફ યુનિહેલ્થ ક્ધસ્લ્ટન્સી લિમિટેડનો રૂ. ૫૬.૫૫ કરોડનો આઇપીઓ એનએસઇ ઇમર્જ પર આવી રહ્યો છે, જે ૧૨ સપ્ટેમ્બર સુધી ખૂલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૨૬થી રૂ. ૧૩૨ નક્કી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી કંપનીએ રૂ. ૧૬.૦૮ કરોડ એકત્ર કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button