આઇટી અને ટેક શેરોમાં સારી લેવાલી વચ્ચે માર્કેટ કેપમાં રૂ. ૩.૧૦ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સતત સાતમાં દિવસની આગેકીચમાં ખાસ કરીને આઇટી અને ટેક શેરોમાં સારી લેવાલી વચ્ચે માર્કેટ કેપમાં રૂ. ૩.૧૦ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. આઈટી અને ટેક ઇન્ડેકસમાં સૌથી વધુ વૃદ્ધિ અને બેન્કેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં સૌથી વધુ પીછેહઠ જોવા મળી હતી.
બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૭૯,૫૯૫.૫૯ના બંધથી ૫૨૦.૯૦ પોઈન્ટ્સ (૦.૬૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૮૦,૧૪૨.૦૯ના સ્તરે ખૂલીને નીચામાં ૭૯,૫૦૬.૯૦ સુધી અને ઊંચામાં ૮૦,૨૫૪.૫૫ સુધી જઈને અંતે ૮૦,૧૧૬.૪૯ પોઈન્ટ્સની સપાટી પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૨૭.૩૭ લાખ કરોડથી રૂ. ૩.૧૦ લાખ કરોડ વધીને રૂ. ૪૩૦.૪૭ લાખ કરોડ રહ્યું હતું.
આ પણ વાંચો: જાણો નવા વર્ષનો સૌથી પહેલો અને મોટો મેઇનબોર્ડ આઇપીઓ ક્યારે ખૂલશે?
સેન્સેક્સની ૨૪ સ્ક્રિપ વધી હતી, જ્યારે ૬ સ્ક્રિપ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૧૦૬ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૦૭૮ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૮૭૩ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૫૫ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૮૧ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૫ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: ટ્રમ્પે એવું શુ કહ્યું કે વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૯૪ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૨૬ ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૨૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૭૧ ટકા વધ્યો હતો.
સેકટરલ ઈન્ડેક્સમાં બીએસઈ ફોકસ્ડ આઈટી ૪.૨૫ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૪ ટકા, ટેક ૩.૧ ટકા, ઓટો ૨.૩૪ ટકા, રિયલ્ટી ૧.૩૭ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૦૩ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૧.૦૨ ટકા, પાવર ૦.૯૭ ટકા, હેલ્થકેર ૦.૯૬ ટકા, સર્વિસીસ ૦.૮૫ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૪ ટકા, યુટિલિટીઝ ૦.૮૩ ટકા, મેટલ ૦.૭૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૫૧ ટકા, એફએમસીજી ૦.૪૭ ટકા, એનર્જી ૦.૧૮ ટકા, કોમોડિટીઝ ૦.૧૧ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ૦.૧ ટકા વધ્યા હતા, બેન્કેક્સ ૦.૯૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૩ ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૪૨ ટકા ઘટ્યા હતા.