નિલેશ વાઘેલા
મુંબઇ: એચડીએફસીના શેરમાં તીવ્ર વેચવાલી સાથે શેરબજારમાં તીવ્ર ઘટાડો સતત બીજા દિવસે પણ જારી રહ્યો છે.
ખુલતા સત્રમાં જ મુંબઇ સમાચારમાં આજના અંકમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે એ રીતે નિફ્ટીએ 150 પોઈન્ટનો કડાકો નોંધાવ્યો હતો.
સેન્સેકસ 10 વાગ્યા સુધીમાં 71,000 ની નીચે અને નિફ્ટી 21,400ની નીચે ખાબકી ગયો હતો. અત્યારે બજારે સારો એવો ઘટાડો પચાવી લીધો છે, પરંતુ માર્કેટનો અંડર ટોન નરમ છે. નિષ્ણાતો અનુસાર વહેલી ક્ળ મળે એવી શક્યતા ઓછી જણાઈ રહી છે.
નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) નો 30 શેરોવાળા સેન્સેક્સ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા હતો, જ્યારે ગુરુવારે બજાર ખુલતાની સાથે જ તે 600 પોઈન્ટથી વધુ ગગડીને નીચે આવી ગયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી (NSE નિફ્ટી)એ પણ 150 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ કડાકા સાથે ગબડ્યો. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 523.06 પોઈન્ટ અથવા 0.73 ટકાના ઘટાડા સાથે 70,977.70 ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 153.70 પોઈન્ટ અથવા 0.71 ટકા ઘટીને 21,418.30 ના સ્તરે ખુલ્યો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં બંને બેન્ચ માર્ક સ્હેજ સુધારા સાથે થોડો ઘટાડો પચાવી ચૂક્યા છે.
નોંધનીય છે કે બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં નવા વર્ષની સૌથી મોટી ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 1628 પોઈન્ટ અથવા 2.23% ઘટીને 71,500 પર બંધ થયો હતો. BSEના ટોચના 30 શેરોમાંથી 23 શૅર રેડમાં હતા, જ્યારે માત્ર 7 શૅર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી 460.35 પોઈન્ટ અથવા 2.09% ઘટીને 21,571.95 પર બંધ થયો હતો.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો