![A bull charging upwards on a stock market chart](/wp-content/uploads/2023/11/BSE.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો છે. અહી મુંબઇ સમાચારમાં આંકવામાં આવેલા અંદાજ અને આગાહી અનુસાર જ ફંડામેન્ટલ પરિબળોને આધારે બજાર સતત આગેકૂચ કરી રહ્યું છે. સેન્સેકસ ઇતિહાસમાં પહેલી વાર ૭૩૦૦૦ની ઉપર અને નિફ્ટી ૨૨,૦૦૦ની ઉપર પહોંચ્યો છે.
નિષ્ણાતોના મતે હજુ થોડો વખત આગેકૂચ ચાલુ રહે એવી સંભાવના છે. રાતા સમુદ્રના રેડ એલર્ટ અને ફેડરલની ચિંતા યથાવત છે, છતાં અન્ય આર્થિક પરિબળો સકારાત્મક છે. ખાસ કરીને કોર્પોરેટ પરિણામોએ રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા છે. આગળ શરલક્ષી કામકાજ વધુ જોવા મળશે. સ્મોલ અને મૂળ કેપ ને સ્થાને હવે બજારનું ફોકસ મોટા હેવિવેઇટ શેરો પર છે.
નિફ્ટી 50 એ સોમવારે 22,000નો આંકડો પાર કર્યો હતો, જે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં છેલ્લા 450 પોઈન્ટને ઉછાળો દર્શાવે છે. છેલ્લી 1,000-પોઇન્ટની તેજીએ નિફ્ટી 25 ટ્રેડિંગ સેશન્સ લીધા છે, જે તેને રેકોર્ડ પર સંયુક્ત ત્રીજો સૌથી ઝડપી 1,000-પોઇન્ટનો ઉછાળો બનાવે છે. 8 ડિસેમ્બરે ઇન્ડેક્સ પહેલા 21,000ની સપાટીએ પહોંચ્યો હતો.
આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 505.66 પોઈન્ટ અથવા 0.70 ટકા વધીને 73,074.11 પર અને નિફ્ટી 135.80 પોઈન્ટ અથવા 0.62 ટકા વધીને 22,030.30 પર હતો. લગભગ 2160 શેર વધ્યા, 437 શેર ઘટ્યા અને 116 શેર યથાવત રહ્યા હતા. નિફ્ટીમાં વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી અને ઈન્ફોસીસ મુખ્ય ગેઇનર્સ હતા, જ્યારે એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, એચયુએલ, હિન્દાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેંક ઘટ્યા હતા.