નિલેશ વાઘેલા
મુંબઇ: પ્રાઇમરી માર્કેટમાં ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે એકસાથે પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ટાટા ટેકનોલોજીના સંદર્ભે તો એપ્લિકેશનમાં વિક્રમ સર્જાયો છે. નોંધવાની વાત એ છે કે, એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સનો ચારે ભરણા માટે સારો ઉત્સાહ જોવા મળ્યો છે.
મૂડીબજારમાં પ્રવેશેલા ટાટા ટેકનોલોજીસ લિમિટેડનું ભરણું ૨૪ નવમેબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૬૯.૪૩ ગણું ભરાયું છે. નોંધવા જેવી બાબત એ છે કે, આ ભરણાંને ૭૩,૫૮,૧૫૯ બિડ મળી છે. બીજા દિવસે આ ભરણા માટે ૫૦ લાખથી વધુ અરજી મળી હતી. ખાનગી કંપનીઓ માટે આ એક રેકોર્ડ છે કારણ કે બીજા મોટાભાગના સફળ આઇપીઓમાં ત્રીજા દિવસ સાથે ૩૦ લાખથી વધુ અરજી મળી હતી.
એલઆઇસીને ૭૩.૩૮ લાખ અરજી મળી હતી. રિલાયન્સ પાવરને ૪૮ લાખ, ગ્લેનમાર્ક લાઇફને ૩૯.૫ લાખ અરજી મળી હતી. જ્યારે એસબીઆઇ લાઇફને ૩૯.૦૪ લાખ અરજી મળી હતી. દરમિયાન ટાટા ટેકનોલોજીમાં ક્વિબ્સ પોર્શન ૨૦૩.૪૧ ગણો, નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૬૨.૧૧ ગણો અને રિટેલ પોર્શન ૧૬.૪૯ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૭૫-૫૦૦ હતી.
જ્યારે, ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયાનું ભરણું કુલ ૬૫.૬૨ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૬૪.૩૪ ગણો અને રિટેલ પોર્શન ૨૯.૯૨ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૬૦-૧૬૯ હતી. જ્યારે ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફરનું ભરણું કુલ ૪૯.૨૭ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૩૫.૨૩ ગણો અને રિટેલ પોર્શન ૧૩.૭૩ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૮-૩૦૪ હતી.
એ જ રીતે, ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસનું ભરણું કુલ ૨.૨૪ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૧.૪૯ ગણો અને રિટેલ પોર્શન ૧.૮૮ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૩૩-૧૪૦ હતી.
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ...