શેરબજારમાં તેજી પણ આઇપીઓનું ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ, રોકાણકારોની ચિંતા વધી...
ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં તેજી પણ આઇપીઓનું ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ, રોકાણકારોની ચિંતા વધી…

મુંબઈ: ઈરાન ઈઝરાયલ યુદ્ધ બંધ થયું છે ત્યારથી શેરબજારમાં તેજી જોવા મળી છે. તેમજ માર્કેટ કેપમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ આઇપીઓ બજાર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થઇ રહ્યા છે અથવા લિસ્ટિંગ સાથે શેરનો ભાવ ઘટી રહ્યો છે. જેના લીધે રોકાણકારો હાલમાં આઇપીઓમાં રોકાણથી દૂર ભાગી રહ્યા છે. જેમાં છેલ્લે લિસ્ટ થયેલા આઇપીઓ માત્ર ત્રણ થી આઠ ટકાના વધારા સાથે લિસ્ટ થયા છે. જેના લીધે રોકાણકારોની ચિંતા વધી છે.

આ ઉપરાંત આ વર્ષે ભારતીય શેરબજારમાં કુલ 268 આઇપીઓ લિસ્ટેડ થયા છે. જેમાં 90 મેઈનબોર્ડ અને 178 એસએમઇનો સમાવેશ થાય છે. મોટાભાગના આઈપીઓએ રોકાણકારોને નફો કરાવ્યો. આ આઈપીઓ દ્વારા કંપનીઓએ રોકાણકારો પાસેથી રૂપિયા 1.67 લાખ કરોડ એકત્ર કર્યા. આ આંકડો વૈશ્વિક બજારમાં સૌથી વધુ છે.

આ આઈપીઓ ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ થયા હતા
ઉલ્લેખનીય છે કે, એરિસિનફ્રા સોલ્યુશન્સ લિમિટેડના શેર આજે એનએસઇ પર 8 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા. જ્યારે થોડા દિવસો પહેલા ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડનો આઈપીઓ 3 ટકાના વધારા સાથે લિસ્ટ થયો હતો. પરંતુ હવે તે આઈપીઓની કિંમતથી 8 ટકા નીચે છે. આ અગાઉ સ્કોડા ટ્યુબ્સના શેર માત્ર 5 ટકાના વધારા સાથે લિસ્ટેડ થયા હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button