શેર બજાર

IPO Market : આઈપીઓ રોકાણકારો માટે સારા સમાચાર, સેબી કરી રહી છે આ તૈયારી

મુંબઈ : આઇપીઓના રોકાણકારો(IPO Market)માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવે શેરબજારના આઇપીઓ લિસ્ટ થાય તે પૂર્વે કંપનીએ ફાળવેલા શેરનું વેચાણ કરી શકાશે. આ પ્રકારના ફેરફાર માટે સેબી ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ અંગે જણાવતા સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચે જણાવ્યું હતું કે આ ગેરકાયદે બજાર પ્રવુતિને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. જેની માટે બે ટોચની પ્રોક્સી કંપની પોર્ટલ શરૂ માટે તૈયાર છે. જે સબંધિત પાર્ટી વ્યવહારમાં એક અનામત તરીકે કામ કરશે અને હિતધારકો માટે કંપનીના સંચાલન માપદંડોના આકલન માટે ઉપયોગી થશે.

આ પણ વાંચો: IPO Market : આ સપ્તાહે આ ત્રણ કંપનીના આઇપીઓ, જાણો તેની તમામ વિગતો

ગેરકાયદે બજારમાં પ્રવૃત્તિઓ પણ વધી

આ ઉપરાંત હાલમાં જ માલૂમ પડ્યું હતું કે, , ઘણા IPO માં ખૂબ જ વધારે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે અને ઘણી વખત રોકાણકારોએ શેરના લિસ્ટિંગના દિવસે જ મોટો નફો કર્યો છે. જ્યારે ગેરકાયદે બજારમાં પ્રવૃત્તિઓ પણ વધી છે, જ્યાં ફાળવણીના કિસ્સામાં, પૂર્વ-નિર્ધારિત શરતોના આધારે શેર વેચી શકાય છે. અમને લાગે છે કે જો રોકાણકારો આ કરવા માંગતા હોય, તો તેમને યોગ્ય રીતે નિયંત્રિત કરી આ તક કેમ ન આપવામાં આવે?

સંગઠિત બજારમાં વેચવા જોઇએ

માધવી પુરી બુચે એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઇન્ડિયા ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વિચાર એ છે કે જે પણ ગેરકાયદે બજાર ચાલી રહ્યું છે.અમને લાગે છે કે તે યોગ્ય નથી. જો તમારી પાસે ફાળવણી હોય અને તમે તમારા અધિકારો વેચવા માંગતા હોવ તો તેને સંગઠિત બજારમાં વેચવા જોઇએ.

રોકાણકારોનો વિશ્વાસ સેબી માટે કેન્દ્ર સ્થાને

ભારતમાં IPO ની તેજી વચ્ચે આ ટિપ્પણીઓ આવી છે. એનાલિટિક્સ ફર્મ પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, 2024 માં 91 મોટી કંપનીઓએ IPO દ્વારા રેકોર્ડ 1.6 ટ્રિલિયન રૂપિયા એકત્ર કર્યા. તેમણે કહ્યું કે રોકાણકારોનો વિશ્વાસ સેબી માટે કેન્દ્ર સ્થાને છે. તેમણે ભાર મૂક્યો કે જોખમો ઘટાડવા માટે પારદર્શિતા અને ન્યાયી પ્રથાઓ IPO તબક્કે શરૂ થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button