ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરુઆત, સેન્સેકસમાં 153.13 પોઈન્ટનો ઘટાડો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરુઆત, સેન્સેકસમાં 153.13 પોઈન્ટનો ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારની સપ્તાહની બીજા દિવસે ઘટાડા સાથે શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 153.13 પોઈન્ટ ઘટીને 84,625.71 પર ખુલ્યો છે. તેમજ નિફ્ટી 26.10 પોઈન્ટ ઘટીને 25,939.95 પર ટ્રેડ કરી રહી છે. જેમાં સેન્સેકસમાં ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ, ટાઇટન અને લાર્સન એન્ડ ટુબ્રોમાં વધારો થયો હતો. જયારે આઈસીઆઈઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા અને એચડીએફસી બેંકમાં ઘટાડો નોંધાયો છે.

એશિયન શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો

જયારે મંગળવારે એશિયન શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનો નિક્કી 225 88.32 પોઈન્ટ ઘટીને 50,428 પર ટ્રેડ થયો. જયારે હોંગકોંગનો હેંગ સેંગ 33.30 પોઈન્ટ વધીને ટ્રેડ થયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 44.62 પોઈન્ટના ઘટાડા ટ્રેડ થયો હતો. જોકે, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 8.50 પોઈન્ટ વધ્યો હતો.

અમેરિકન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું

આ ઉપરાંત અમેરિકન બજારોમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ડાઉ જોન્સમાં મામુલી ઘટાડો થતા 47,538. 65 પર બંધ રહ્યો હતો. તેમજ એસએન્ડપી 500 માં 1. 23 ટકાના વધારે સાથે 6875. 16 પર બંધ થયો હતો. તેમજ નાસ્ડેક 1.86 ટકાના વધારા સાથે 23,637.46 પર બંધ થયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button