ભારતીય શેરબજારની નબળી શરુઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારની નબળી શરુઆત થઈ છે. જેમાં શરુઆતમાં સેન્સેક્સ 72.29 પોઈન્ટ ના ઘટાડા સાથે 80,946.43 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું. તેમજ નિફ્ટી 2.50 પોઈન્ટ ના ઘટાડા સાથે 24,720.25 પોઈન્ટ પર ખુલ્યો હતો.
જેમાં આજે સેન્સેક્સની 30માંથી 14 કંપનીઓના શેરમાં વધારો અને બાકીની 16 કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે નિફ્ટીની 50 માંથી 26 કંપનીઓમાં વધારો અને 24 કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારમાં તેજી
જયારે આજે એશિયન બજારમાં તેજી જોવા મળી રહી છે. જેમાં જાપાનનો નિક્કી 225 0.42 ટકા અને ટોપિક્સ 0.45 ટકા ઉપર છે. દક્ષિણ કોરિયાના કોસ્પી 1.76 ટકા અને કોસ્ડેક 1.83 ટકાનો વધારો છે. હોંગકોંગના હેંગ સેંગ ફ્યુચર્સ નબળા ઓપનિંગ તરફ ઈશારો કરી રહ્યા છે.
અમેરિકાના બજારોમાં ઉંચા મથાળે ખુલ્યા
આ ઉપરાંત સોમવારે અમેરિકાના બજારોમાં પણ તેજી જોવા મળી છે. જેમાં ડાઉ જોન્સ 1.34 ટકા , એસએન્ડપી 500 1.47 ટકા અને નાસ્ડેક 1.95 ટકાનો વધારો છે. જે મે માસ પછીનો સૌથી મોટો દૈનિક ટકાવારી વધારો છે. જયારે ટેસ્લા ના શેરમાં 2.20 ટકા , નવેડાના શેરમાં 3.62 ટકા અને માઈક્રોસોફ્ટના શેરમાં 2.20 ટકા શેરોમાં વધારો થયો.
આપણ વાંચો: ભારતની રિઅલ્ટી કંપનીઓનું વેલ્યુએશન કુવૈતના જીડીપીથી વધુ