ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર

ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં આજે સેન્સેક્સ 118 પોઇન્ટ ઘટીને 82065 પર ખુલ્યો. જયારે નિફ્ટી 51 પોઇન્ટ ઘટીને 25010 પર ખુલ્યો છે. જયારે શરૂઆતના ટ્રેડિંગમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 71.90 ઘટ્યો હતો. જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ 38.52 પોઈન્ટ ઘટીને 54,901.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

એશિયન બજારમાં મિશ્ર વલણ

જયારે એશિયન અને અમેરિકન બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દર ઘટાડાને લગતી અનિશ્ચિતતાએ રોકાણકારોએ જોખમ લેવાનું ટાળી રહ્યા છે. જયારે એશિયન બજારમાં જાપાનનો નિક્કી 225 0.41 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.1 ટકા ઘટાડો જોવા મળ્યો.

નાસ્ડેક અને એસ એન્ડ પી 500માં રેકોર્ડ વધારો

યુએસ બજારોમાં ગુરુવારે નાસ્ડેક અને એસ એન્ડ પી 500માં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો. જેમાં આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ અને એનવીડિયા જેવા ટેક જાયન્ટ્સના શેરના વધારો જોવા મળ્યો હતો. જયારે ટેસ્લાના શેર 8 ટકા ઘટ્યા અને યુનાઇટેડ હેલ્થ જેવી કંપનીઓ પણ ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો…જાણો રિલાયન્સનો શેર મજબૂત નફો રળવા છતાં કેમ તૂટી રહ્યો છે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button