ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે શરુઆતમાં સેન્સેક્સ 90.88 પોઈન્ટના ઘટાડા સાથે 82,480.03 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નિફ્ટી પણ 35.15 પોઈન્ટના ઘટાડા સાથે 25,160.65 ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો. જયારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઓટો અને મેટલ સૂચકાંકોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મીડિયા સૂચકાંક 1 ટકા વધ્યા હતા.જયારે આજે નિફ્ટીના શેરોમાં એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાટા કન્ઝ્યુમર શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા, હિન્ડાલ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટીસીએસના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારોમાં પણ ઘટાડો
આ ઉપરાંત એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જયારે યુએસ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 225 0.2 ટકા ઘટ્યો હતો. જ્યારે ટોપિક્સ 0.11 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.8 ટકા ઘટ્યો અને કોસ્ડેક 0.56 ટકા ઘટ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ મજબૂત શરૂઆતના સંકેત આપે છે.
યુએસ બજાર મંગળવારે મિશ્ર વલણ સાથે બંધ થયું
જયારે યુએસ બજાર મંગળવારે મિશ્ર વલણ સાથે બંધ થયું હતું. જેમાં નાસ્ડેક કમ્પોઝિટ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 436.36 પોઈન્ટ ઘટીને 44,023.29 પર બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 24.80 પોઈન્ટ ઘટીને 6,243.76 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 37.47 પોઈન્ટ વધીને 20,677.80 પર બંધ થયો.
આ પણ વાંચો…એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સને પછાડીને સૌથી મોંઘો સ્ટોક બન્યો એમઆરએફ, મજબૂત વળતર આપ્યું…