ભારતીય શેરબજારની મજબૂત શરુઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો…

મુંબઈ : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ભારે ટેરિફ લગાવવાના સંકેત વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 256 પોઈન્ટના ઉછાળા સાથે 81594 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ નિફ્ટી 69 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 24890 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
શેરબજારમાં આજે નિફ્ટીના શેરોમાં એલ એન્ડ ટી, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેંક, જિયો ફાઇનાન્શિયલ, બજાજ ફાઇનાન્સમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે ટાટા મોટર્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, અને એસબીઆઈમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ
એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું છે. જેમાં જાપાનનો નિક્કી 225 થોડો ઘટ્યો છે. જ્યારે ટોપિક્સ લગભગ સપાટ છે. દક્ષિણ કોરિયાના કોસ્પી અને કોસ્ડેક બંનેમાં વધારો જોવા મળ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ નબળી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે.
અમેરિકન બજારોમાં પણ ઉતાર -ચઢાવ
અમેરિકન બજારોમાં પણ મંગળવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ડાઉ જોન્સ 0. 18 ટકા વધીને 44,711.16 પર બંધ થયો. એસએન્ડપી 500 0.30 ટકા ઘટીને 6,370.86 ના સ્તરે પર બંધ થયો. નાસ્ડેક પણ 0.38 ટકાના ઘટાડા સાથે 21,098 32 પર સ્તરે બંઘ થયો હતો. અમેરિકાની ટેરીફ ડીલ અન ફેડરલ બેંકના રેટ કટની ચર્ચાના પગલે બજારમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે.