ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધારો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધારો

મુંબઈ : ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 20.81 ના મામુલી વધારા સાથે 81,925.51 પર ખુલ્યો છે. જયારે નિફ્ટી 4.9ના વધારા સાથે 25,118.90 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જેના સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, એટરનલ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ અને ટ્રેન્ટમાં વધારો જયારે ઇન્ફોસિસ, સન ફાર્મા, ટીસીએસ, એચસીએલ ટેક અને એશિયન પેઇન્ટ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં તેજી

જયારે એશિયન બજારો પર નજર કરીએ તો તેજી જોવા મળી હતી. જેમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.47 ટકા વધ્યો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નીચા ખુલવાનો સંકેત આપે છે. જાપાન અને મલેશિયામાં બજારો રજાને લીધે આજે બંધ હતા.

અમેરિકન બજારમાં શુક્રવારે મિશ્ર વલણ

આ ઉપરાંત અમેરિકન બજારોમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ 0.59 ટકાઘટીને 45,834.22 પર બંધ થયો હતો. એસએન્ડપી 500 0.05 ટકા ઘટીને 6,584.29 પર બંધ થયો. જયારે પરંતુ નાસ્ડેક 0.45 ટકા વધીને 22,141.10 ની રેકોર્ડ ઊંચી સપાટીએ બંધ થયો. આ સપ્તાહ દરમિયાન એસએન્ડપી 500 1.6 ટકા ,ડાઉ જોન્સ 1 ટકા અને નાસ્ડેક 2 ટકા વધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે રોકાણકારો ભારત-યુએસ ટ્રેડ ડીલ, યુએસ ફેડરલ રિઝર્વ નીતિ, ભારત-યુરોપિયન યુનિયન વેપાર કરાર, વિદેશી મૂડી પ્રવાહ અને અન્ય આર્થિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આપણ વાંચો:  હાઉસિંગ પ્રોજેકટસમાં રૂ. ૧૦ લાખ કરોડની મૂડી સલવાઇ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button