શેર બજાર

શેરબજારમાં તેજીની આગેકૂચ: સેન્સેક્સ ૬૯,૦૦૦ની ઉપર પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: અમેરિકાના ચાવીરૂપ ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે અમેરિકન બજાર પાછળ વૈશ્ર્વિક શેરબજારમાં નરમાઇની અસર જોવા મળી હોવા છતાં, વર્તમાન શાસક પક્ષને ત્રણ રાજ્યની ચૂંટણીમાં મળેલી જીતથી મળેલી કીકની અસર ચાલુ રહેતા અફડાતફડી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે બીજા સતત સત્રમાં નવી વિક્રમી ઉંચી સપાટી બતાવી હતી.


સેન્સેક્સ સવારે ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગને કારણે ૨૦૦ પોઇન્ટ નીચે ગબડ્યા પછી બપોર પછી ફરી ૩૩૫ પોઈન્ટ વધીને ૬૯,૧૯૯.૭૨ પોઇન્ટના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બ્રોડર ઈન્ડેક્સ નિફ્ટી પણ એ જ રીતે ઉપરનીચે અથડાયા બાદ ૧૫૦ પોઈન્ટ વધીને ૨૦,૮૦૦ પોઇન્ટની સપાટી વટાવી ગયો હતો. બેન્ક શેરો ૦.૭ ટકા વધ્યા જ્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ૧.૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૪૩૧ પોઇન્ટના ઉછાળા સાથે ૬૯,૨૯૬ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૧૬૮.૩૦ પોઇન્ટના ઉછાળા સાથે ૨૦,૮૫૫.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.


શાસક ભાજપે ત્રણ મુખ્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતી હોવાથી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા સ્થાનિક ઈક્વિટીમાં તેજીની અપેક્ષા હોવાથી કેટલાક બ્રોકરેજ હાઉસ તેમના સૌથી વધુ પસંદગીના ક્ષેત્રોમાં નાણાકીય અને લાર્જ કેપ્સ શેરોમાં એક્સપોઝર વધારી રહ્યાં છે.


અગ્રણી ફંડ હાુસના રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ તેમની વેચાણ વ્યૂહરચના બદલાવી છે અને પાછલા સાત સત્ર દરમિયાન સતત લેવાલી કરી રહ્યા છે. ફ્રન્ટલાઈન બેંકિંગ શેરોમાં એક્યુમ્યુલેશન થઇ રહ્યું છે. નજીકના ગાળામાં બજાર વધુ ૫ાચેક ટકા સુધી વધે તેવી સંભાવના છે.


આ તબક્કે એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક લગભગ એક ટકા જ્યારે એક્સિસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૧.૭૫ ટકા વધ્યા હતા. માગની ચિંતા અને સપ્લાય કટ અંગેની અનિશ્ર્ચિતતાને કારણે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ ૭૮ની નજીક સ્થિર થતાં ઓઇલ અને ગેસના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત અને તેની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવા કોમોડિટીના આયાતકારો માટે સકારાત્મક છે.


ભારત પેટ્રોલિયમ કોર્પ ત્રણ ટકા ઊછળ્યો અને ટોચના નિફ્ટી ૫૦ ગેનર્સમાં સામેલ હતો. વધુ ડોમેસ્ટિક ફોકસ્ડ સ્મોલ અને મિડકેપ્સે અનુક્રમે ૦.૪ ટકા અને ૦.૬ ટકા સુધીના સુધારા સાથે નવા રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચ્યા હતા.


અદાણી ગ્રૂપના શેરોમાં બે ટકાથી છ ટકાની વચ્ચેનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ શેરોમાં બીજા સત્રમાં તેજી આગળ વધી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ટોચના નિફ્ટી ગેનર્સમાં સામેલ હતા. યુએસ ફેડરલ રિઝર્વની દર નીતિને પ્રભાવિત કરી શકે તેવા ચાવીરૂપ યુએસ લેબર માર્કેટ ડેટાની જાહેરાત અગાઉ, તાજેતરની રેલી પછી વોલ સ્ટ્રીટ ઇક્વિટી રાતોરાત પીછેહઠ જોવા મળી હતી. એશિયન બજારો સુસ્ત હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress