ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી હાવી, આગામી સપ્તાહ રહેશે આ ટ્રેન્ડ | મુંબઈ સમાચાર

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી હાવી, આગામી સપ્તાહ રહેશે આ ટ્રેન્ડ

મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી, ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ  એટેક અને રૂપિયાનું અવમુલ્યન છે. જેના લીધે દેશના આર્થિક લેન્ડ સ્કેપમાં અનિશ્ચિતતા જોવા મળી છે. જેમાં પણ મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી  રોકાણકારો એ ભારતીય શેરબજારમાંથી લગભગ 18,000 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂપિયા નીકાળ્યા

આ અંગે મળતી માહિતી મુજબ  1 થી 8 ઓગસ્ટ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 17,924 કરોડ રૂપિયાનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. જયારે જુલાઈની શરૂઆતમાં પણ 17,741 કરોડ રૂપિયાનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. બજાર નિષ્ણાતો કહે છે કે યુએસ સાથે ટેરિફ વોર પ્રથમ ક્વાર્ટરમાં કંપનીઓના નબળા પરિણામો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે.

બજારમાં વેચવાલી હાવી રહેશે

આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે, શેર બજારમાં વિદેશી રોકાણકારોએ બજાર વેચવાલી શરુ કરતા માર્કેટ સેન્ટીમેન્ટ ખરડાયું છે. તેમજ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણા કાઢીને અમેરિકી બજારમાં લગાવી રહ્યા છે. જેમાં તેમને વધુ ફાયદો થવાની શક્યતા જોવા મળી રહી છે. તેમજ આગામી સપ્તાહ દરમિયાન પણ બજારમાં વેચવાલી હાવી
રહેશે. તેમજ ભારત અમેરિકા ટેરિફ વોર બાદ જ બજાર સામાન્ય સ્થિતિમાં જોવા મળી શકે છે. તેમજ આ મુદ્દો જ બજારનું
સેન્ટીમેન્ટ નક્કી કરશે.

આપણ વાંચો:  ટ્રમ્પના ટેરીફની ભારતીય શેર બજાર પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button