ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો

મુંબઈ : ભારતીય શેરબજારની આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી સાથે શરૂઆત થઇ છે. જેમાં વૈશ્વિક બજારોમાં તેજી અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓના પગલે સેન્સેકસ અને નિફ્ટીમાં વધારો નોંધાયો છે. જેમાં આજે સેન્સેક્સ 194 પોઈન્ટના વધારા સાથે 81501 પર ખુલ્યો છે. તેમજ નિફ્ટી 79 પોઈન્ટના વધારા સાથે 24949 ના સ્તરે ટ્રેડ કરી રહી છે.
એશિયન બજારોમાં પણ આજે વધારો
એશિયન બજારોમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.63 ટકા અને ટોપિક્સ 0.53 ટકા ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.77 ટકા અને કોસ્ડેક 1.71 ટકા ના ઉછાળા સાથે આગળ વધી રહ્યો છે. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સના ફ્યુચર્સ પણ મજબૂત શરૂઆતનો સંકેત આપી રહ્યા છે.
અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા
જયારે બીજી તરફ અમેરિકન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 29. 59 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 45 ,602. 15 પર બંધ થયો છે. જ્યારે એસએન્ડપી 500 96. 74 પોઈન્ટ વધીને 6,466 .91 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 396.22 પોઈન્ટ વધીને 21,496. 53 પર બંધ થયો.
આ પણ વાંચો…ટીસીએસના શેરધારકોને રૂ. ૫.૬૬ લાખ કરોડનો આંચકો, જાણો ધોવાણનું કારણ