ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી, સેન્સેકસ- નિફ્ટીમાં વધારો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી, સેન્સેકસ- નિફ્ટીમાં વધારો

મુંબઈ : ભારતીય શેરબજારના આજે સપ્તાહના અંતિમ દિવસે તેજી સાથે શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 294 પોઈન્ટના વધારા સાથે 81012 ના સ્તરે ખુલ્યો. જયારે નિફ્ટી 84 પોઈન્ટના વધારા સાથે 24818 ના સ્તરે ખુલ્યો હતો. બજારની શરુઆત બાદ સેન્સેકસ અને નિફ્ટીના સામાન્ય વધ ઘટ જોવા મળી રહી છે. જેમાં શરૂઆતના કારોબારમાં, ટ્રેન્ટ, એશિયન પેઇન્ટ્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, ટાટા મોટર્સ, જિયો ફાઇનાન્શિયલમાં વધારો જ્યારે ટાટા કન્ઝ્યુમર, એપોલો હોસ્પિટલ્સ, એચયુએલ , એનટીપીસી અને ટાઇટન કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

એશિયન બજારમાં તેજી

જયારે એશિયન બજારમાં પણ તેજી જોવા મળી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર ટેરિફ ઘટાડીને 15 ટકા કરતા બજારમાં અસર જોવા મળી હતી.જેમાં જાપાનનો નિક્કી 225 0.97 ટકા અને ટોપિક્સ 0.86 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.27 ટકા વધ્યો, જ્યારે કોસ્ડેક 0.35 ટકા મજબૂત બન્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નીચા સ્તરે ખુલ્યો હતો.

અમેરિકન શેરબજાર ગુરુવારે તેજી સાથે બંધ

અમેરિકન શેરબજાર ગુરુવારે તેજી સાથે બંધ થયો હતો. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 350.06 પોઈન્ટ વધીને 45,621.29 પર બંધ થયો, જ્યારે એસ એન્ડ પી 500 53.82 પોઈન્ટ વધીને 6,502.08 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 209.97 પોઈન્ટના વધારા સાથે 21,707.69 પર બંધ થયો.

આપણ વાંચો:  દેવામાં ડૂબેલી પતિની કંપનીને આ રીતે કમાણી કરતી કરી પત્નીએઃ શેરધારકો પણ ખુશખુશાલ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button