ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી, નિફ્ટીએ 25000 નું લેવલ પાર કર્યું

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 146.49 પોઈન્ટના વધારા સાથે 81,695.22 ના સ્તરે ખુલ્યો હતો. જયારે નિફ્ટી 51.5 પોઈન્ટના વધારા સાથે 25057 ના સ્તરે ખુલ્યો હતો. જેમાં શરૂઆતના ટ્રેડમાં ઇન્ફોસિસ, ટીસીએસ, એક્સિસ બેંક, એચસીએલ ટેક, ટાટા મોટર્સના ભાવ વધ્યા હતા જ્યારે ઇટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, એચયુએલ અને એચડીએફસી બેંકના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારોમાં પણ સુધારો
જયારે શુક્રવારે એશિયન બજારોમાં પણ સુધારો જોવા મળ્યો. જેમાં જાપાનનો નિક્કી 225 0.84 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ 0.61 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.60 ટકા વધ્યો, અને કોસ્ડેક 0.65 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ વધારા સાથે ખુલવાના સંકેત આપે છે.
અમેરિકન શેરબજારમાં વધતા ફુગાવા વચ્ચે તેજી
આ ઉપરાંત અમેરિકન શેરબજારમાં ગુરુવારે વધતા ફુગાવા વચ્ચે તેજી જોવા મળી હતી. ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના આશાવાદ વચ્ચે બજારનું સેન્ટીમેન્ટ જળવાઈ રહ્યું છે. જેમાં ડાઉ જોન્સ 1.36 ટકા વધીને ઇન્ડેક્સ 46,108.00 પર પહોંચ્યો, જ્યારે એસ એન્ડ પી 500 0.85 ટકા વધીને 6,587.47 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 0.72 ટકા વધીને 22,043.08 પર બંધ થયો.
આપણ વાંચો: ઓરેકલના એક દિવસના ઉછાળાએ રિલાયન્સ અને મસ્કને ઝાંખા પાડ્યા!