ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેકસ અને નિફ્ટીમાં વધારો | મુંબઈ સમાચાર

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેકસ અને નિફ્ટીમાં વધારો

મુંબઈ : ભારતીય શેરબજારની આજે સપ્તાહના બીજા દિવસે ફ્લેટ શરુઆત થઈ હતી. જેની બાદ સેન્સેક્સ 260 પોઈન્ટના વધારા સાથે 80,967.57 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. જયારે નિફ્ટી 104.75 પોઈન્ટના વધારા સાથે 24,689.80 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સમાં ટોચના શેરોમાં એલએન્ડટી, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છે. જ્યારે, એટર્નલ , આઈસીઆઈસી બેંક, બજાજ ફાઇનાન્સ, બીઈએલ, ટ્રેન્ટ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, કોટક બેંક અને બજાજ ફિનસર્વ શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયન બજારોમાં ઉછાળો

આ ઉપરાંત એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 2 ટકા વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.74 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.93 ટકા મજબૂત થયો. જ્યારે કોસ્ડેક 0.4 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા ઓપનિંગનો સંકેત આપે છે.

અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા

જયારે બીજી તરફ સોમવારે અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 200.52 પોઈન્ટ અથવા 0.45 ટકા ઘટીને 43,975.09 પર બંધ થયો છે. જ્યારે એસએન્ડપી 500 16.00 પોઈન્ટ ઘટીને 6,373.45 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 64.62 પોઈન્ટ વધીને 21,385.40 પર બંધ થયો.

આપણ વાંચો:  સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button