ભારતીય શેરબજારની નબળી શરુઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર

ભારતીય શેરબજારની નબળી શરુઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારત અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ વચ્ચે ઓગસ્ટ માસના પ્રથમ દિવસે અને સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની નબળી શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 111 પોઈન્ટના ઘટાડા સાથે 81074 પર ખુલ્યો છે. જયારે નિફ્ટી પણ 33 પોઈન્ટના ઘટાડા સાથે 24734 ના સ્તરે ખુલ્યો છે. શેરબજારમાં આજે અનેક શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સન ફાર્મામાં 5 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, એલ એન્ડ ટીમાં ઘટાડો નોંધાયો છે. જયારે હિંદુસ્તાન યુનીલીવર, આઈટીસી, એશિયન પેઈન્ટસ અને મારુતિ સુઝુકીના શેરોમાં વધારો જોવા મળ્યો છે.

એશિયન શેરબજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ

જયારે બીજી તરફ એશિયન બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા હતા. જેમાં જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.71 ટકા ઘટ્યો, દક્ષિણ કોરિયાનો કોસ્પી 3.45 ટકા ઘટયો છે. તેમજ હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ પણ નબળા ખુલવાનો સંકેત આપી રહ્યો છે.

અમેરિકના શેરબજારમાં મિશ્ર વલણ

અમેરિકન શેરબજારમાં ગુરુવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં યુએસના કોર્પોરેટ પરિણામો અને ટ્રમ્પના ટેરિફ નિર્ણયની વોલ સ્ટ્રીટ પર અસર જોવા મળી. જેમાં ડાઉ જોન્સ 0.74 ટકા ઘટ્યો, એસએન્ડપી 0.37 ટકા ઘટ્યો. નાસ્ડેકમાં 0.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ટેક શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. જેમાં માઇક્રોસોફ્ટે 3.5 ટકાનો ઉછાળો નોંધાવ્યો. એપલે સારા ત્રિમાસિક પરિણામો નોંધાવતા શેર આફ્ટર-અવર્સ ટ્રેડિંગમાં 2.4 ટકા વધ્યા હતા.

આપણ વાંચો:  ભારતની રિઅલ્ટી કંપનીઓનું વેલ્યુએશન કુવૈતના જીડીપીથી વધુ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button